________________
૧૯
ગશાલક
તે કાળે શ્રાવસ્તી નગરીના ઈશાન ખૂણામાં કાઇક નામે ચિત્ય હતું. તે નગરીમાં આજીવિક૧ મતની ઉપાસિકા હાલાહલા નામે કુંભારણ રહેતી હતી. તે ધનસંપન્ન હતી તથા તેણે આજીવિકના સિદ્ધાંતને અર્થ ગ્રહણ કર્યો હતો, અને તે અર્થને નિશ્ચય કર્યો હતો.
તે સમયે ચાવીસ વર્ષના દીક્ષાપર્યાયવાળે મંખલિપુત્ર ગોશાલક હાલાહલા નામે કુંભારણના હાટમાં આજીવિકના
૧. ટીકાકાર તેના વિષે નીચે પ્રમાણે કહે છે: “આજીવિક એટલે એક પ્રકારના સંપ્રદાયના લોકો. કેઈ તે કહે છે કે, આજીવિકે એટલે નગ્નતા ધારણ કરનારા ગોશાલકના શિષ્યો', અથવા અવિવેકી લોથી પ્રાપ્ત થતી લધિ, પૃજ અને ખ્યાતિ આદિ વડે તપ અને ચારિત્રને જે ધારણ કરે છે, અથવા આજીવિકા વાળા હોવાથી આજીવિકા”
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org