________________
મહાશિલાકટ સંગ્રામ
૨૫ જેઓના પ્રાણ મુશ્કેલીમાં છે એવા તેઓને ચારે દિશાએ નસાડી મૂક્યા.
તે સંગ્રામમાં જે ઘડા, હાથી, દ્ધા અને સારથિઓ. તૃણ, કાક, પાંદડા કે કાંકરા વતી હણાયા, તેઓ સઘળા એમ જાણતા હતા કે હું મહાશિલાથી હણાયો, તે હેતુથી તે મહાશિલાકંટક સંગ્રામ કહેવાય છે. તે સંગ્રામમાં ૮૪ લાખ માણસે હણાયા; તથા નિ:શીલ, રોષે ભરાયેલા, ગુસ્સે થયેલા, યુદ્ધમાં ઘાયલ થયેલા અને અનુપશાંત એવા તેઓ ઘણે ભાગે નરક અને તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થયા છે.
પછી રથમુશલ નામે બીજે સંગ્રામ થયો. તેમાં કાણિક અને દેવેન્દ્ર શુક્ર ઉપરાંત અસુરેન્દ્ર ચમર રાજાએ પણ ભાગ લીધે હતો; તે એક મેટું લેઢાનું કિઠીન (તાપસનું વાંસનું પાત્ર) જેવું કવચ વિકવિને ઊભો રહ્યો હતો. કણિક તે વખતે ભૂતાનંદ નામના હાથી ઉપર હતું. તે સંગ્રામમાં અશ્વરહિત, સારથિરહિત, ચોદ્ધાઓ રહિત, અને મુશલસહિત એક રથ ઘણો જનસંહાર કરતો ચારે બાજુ દોડતો હતો માટે તે રથમુશલ સંગ્રામ કહેવાય છે. તેમાં પણ કાણિક છત્ય અને નવમલકિ અને નવ લેચ્છક પરાજય પામ્યા અને ચારે દિશામાં ભાગી ગયા.
૧. પછી આવતા “રથમુશલ” યંત્ર જેવું આ “મહાશિલાકંટક” પણ એક યુદ્ધયંત્ર હશે, જે મોટી શિલાઓ ફેકતું હશે. પછીના વખતમાં ઇરાનીએ તલવારવાળા રથ શત્રુસૈન્યમાં મોકલતા, જેની વીંઝાતી તલવારે દારુણ કતલ ચલાવતી, તેવું આ રથમુશલ” યંત્ર લાગે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org