________________
૨૫૪
શ્રીભગવતી-સાર દિવસે ચેટકને જીતવા કુણિકે દેવનું આરાધન કરવા અષ્ટમ (આઠ ટંકના ઉપવાસ) નું તપ કર્યું. તેથી શક્ર અને અમરેન્દ્ર આવ્યા. શકે કહ્યું કે ચેટક પરમ શ્રાવક છે, માટે તેને હું મારીશ નહીં. પણ તારું રક્ષણ કરીશ. પછી શકે ફૂણિકનું રક્ષણ કરવા સારુ વજના જેવું અભેદ્ય કવચ કર્યું. ટી. પ૦ ૩૧૬.
ગૌહે ભગવન ! મહાશિલાકંટક સંગ્રામ થતો હતો ત્યારે કોણ જીત્યા અને કોણ હાર્યા ?
ભ૦–હે ગૌતમ ! વજછવિદેહપુત્ર કાણિક છો, અને નવ મલ્લકિ અને નવ લેચ્છકિ જેઓ કાશી અને કૌશલ દેશના અઢાર ગણ-રાજાઓ હતા. તેઓ પરાજય પામ્યા. તે સંગ્રામ માટે કેણિકે પોતાના પટ્ટહસ્તી ઉદાયિને તથા ચતુરંગ સેનાને તૈયાર કરાવી. પછી કોણિક સ્નાન કરી, બલિકર્મ (પૂજા) કરી, પ્રાયશ્ચિત્તરૂપ (વિદ્ગોને નાશ કરનાર), કૌતુક (મષીતિલકાદિ) અને ભંગ કરી, સર્વાલંકારથી વિભૂષિત થઈ બખ્તર ધારણ કરી, ધનુર્ધડ ગ્રહણ કરી, માથે કરંટક પુષ્પની માળાવાળા છત્ર સહિત બહાર નીકળ્યો અને પોતાના ઉદાયિ હસ્તી ઉપર સવાર થઈને મહાશિલાકંટક સંગ્રામમાં આવ્યો. તેની આગળ દેવરાજ શક્ર મેટું વજ સરખું અભેદ્ય કવચ વિકુવને ઊભો હતે. તે કુણિક રાજા એકલા હાથી વડે પણ શત્રુપક્ષનો પરાભવ કરવા સમર્થ હતો. તેણે નવ ભલંકિ અને નવ લેછકેિ જેઓ કાશી અને કોસલના અઢાર ગણરાજાઓ હતા, તેઓના મહાન યોદ્ધાઓને હણ્યા, ઘાયલ કર્યા અને મારી નાંખ્યા, તેઓની ચિહ્નયુક્ત ધ્વજાઓ અને પતાકાઓ પાડી નાખી, તથા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org