________________
મહાશિલાકટક સામ
પણ ચલ્લણનો પુત્ર તે જ કેણિક રાજા.
તેને હલ્લ અને વિહલ્લ નામે બે નાના ભાઈઓ હતા. તે બંને હંમેશાં સેચનક નામના ગંધહસ્તી ઉપર બેસી વિલાસ કરતા. તે જોઈને કૃણિકની પત્ની પદ્માવતીએ અદેખાઈથી તેમની પાસેથી તે હસ્તી લઈ લેવા માટે કૃણિકને કહ્યું. કૃણિકે તેઓની પાસે હાથીની માગણી કરી. ત્યારે વેહલ્લે જણાવ્યું કે એ હાથી તથા હાર બંને શ્રેણિક રાજા જીવતા હતા ત્યારે તેમની મારફતે અમને મળેલાં છે; માટે તારે તે હાથી જોઈતો હોય તો અર્ધ રાજ્ય મને બદલામાં આપ. પરંતુ તેમ કરવું કબૂલ ન રાખતાં કેણિકે તે પિતાની માગણી ચાલુ રાખી. પછી તેના ભયથી બંને ભાઈએ પિતાને હાથી તથા હાર લઈને દાદા ચેટકને ત્યાં વૈશાલી નગરીમાં નાસી આવ્યા. કેણિકે દૂત મોકલી તે બંને ભાઈઓને સોંપી દેવાની ચેટક પાસે માગણી કરી, પણ ચેટક રાજાએ તેમ કરવાની ના પાડી. પછી કેણિકે પોતાના કાલ વગેરે દશ ભાઈઓને ચેટક સાથે યુદ્ધ કરવા બેલાવ્યા. ચેટકે પણ નવ મલ્લકિ અને નવ લેકિ એમ અઢાર ગણુંરાજાઓને એકઠા કર્યા. યુદ્ધ શરૂ થયું. ચેટક રાજાને એવું વ્રત હતું કે દિવસમાં એક વાર બાણ ફેકવું. દશ દિવસમાં ચેટકે કૃણિકના કાલાદિ દશ ભાઈઓને નાશ કર્યો. અગિયારમે
૧ ઉત્તમ હાથી, જેના ગંધથી જ બીજા હાથી ભાગી જાય છે.
૨. નિરયાવલિ સૂત્રમાં માત્ર વેહલને જ ઉલ્લેખ છે; ભગવતીની ટીકામાં બંને ભાઈઓને ઉલેખ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org