________________
૧૬
મહાશિલાકંટક સંગ્રામ
ઐતિહાસિક નેંધ આ યુદ્ધમાં તે વખતના મુખ્ય રાજવંશોનો ઉલ્લેખ છે. મગધદેશના રાજગૃહ નગરમાં રાજા શ્રેણિક (બૌદ્ધ ગ્રંથને બિંબિસાર) રાજ્ય કરતો હતો. તેના પુત્ર કુણિકે (બૌદ્ધ ગ્રંથોને અજાતશત્રુએ) શ્રેણિકના મરણ પછી ચંપાનગરીને પિતાની રાજધાની બનાવી. કેણિક પછી તેના પુત્ર ઉદાયિએ પાટલિપુત્રને રાજધાની બનાવી, અને તેના પછી નવ નદોએ રાજ્ય કર્યું. પછી મૌર્યવંશી ચંદ્રગુપ્ત આવ્યો.
૧. રાજ્યભને કારણે અજાતશત્રુએ બિંબિસારને કેદ કરી મારી નાખ્યો હતો. જુઓ આ માળાનું બુદ્ધચરિત” પુસ્તક, પા. ૧૨૯.
- ૨. ચંપા એ અંગદેશની રાજધાની હતી. પરંતુ મગધ દેશના રાજાએ અંગદેશ જીતી લીધા પછી “અંગ-મગધા” એ ટૂંકસમાસથી અંગને મગધ સાથે ઉલ્લેખ કરવામાં આવતા. જુઓ બબુદ્ધચરિત” પુસ્તક, પા. ૧૨૮
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org