________________
રર૧
શખશેઠ પછી શખે તે બધા શ્રમણોપાસકોને કહ્યું કે, હું દેવાનુપ્રિયે ! તમે પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવે; પછી આપણે તે બધાને આસ્વાદ લેતા, તથા પરસ્પર દેતા, અને ખાતા પાક્ષિક પિષધનું અનુપાલન કરતા વિહરીશું.. તે બધા શ્રાવકોએ શંખનું વચન વિનયપૂર્વક સ્વીકાર્યું.
પરંતુ, ત્યારબાદ તે શંખને એ સંકલ્પ થયો કે, અન્નપાનાદિને આસ્વાદ લેતા, પરસ્પર દેતા–ખાતા પાક્ષિક પિષધનું ગ્રહણ કરીને રહેવું એ મારે માટે શ્રેયસ્કર નથી; પરંતુ પિષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક, મણિ અને સુવર્ણને ત્યાગ કરી, ચંદન, વિલેપન, શસ્ત્ર અને મુસલ વગેરેને ત્યાગી, તથા ડાભના સંથારા સહિત મારે એકલાએ – બીજાની સહાય સિવાય – પિષધને સ્વીકાર કરી વિહરવું શ્રેય છે. એમ વિચાર કરી, તે પાછો આવ્યો અને પિતાની પત્નીને પૂછી, પિષધશાલામાં જઈ, તેને વાળીઝૂડી, મળ-મૂત્રાદિની જગા જોઈ–તપાસી, ડાભનો સંથારે પાથરી, તેના ઉપર બેઠે; અને પિષધ ગ્રહણ કરી, બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પિષધનું પાલન કરવા લાગ્યો.
પેલા શ્રમણોપાસકોએ તે પોતપોતાને ઘેર જઈ. પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવ્યાં અને એકબીજાને બેલાવીને કહ્યું, કે, આપણે બધાએ તે પુષ્કળ અન્નપાનાદિ તૈયાર કરાવેલ છે; પણ હજુ શંખશ્રાવક આવ્યા નહિ, માટે આપણે તેમને
૧. પિષધ વ્રત બે પ્રકારનું છે. એક, ઇષ્ટજનને ભજનદાનાદિરૂપ, તથા આહારદિરૂપ છે; અને બીજુ પિષધશાળામાં જઈ બ્રહાચર્યાદિપૂર્વક ધ્યાનાદિ કરવારૂ૫ હેાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org