________________
૫.
શિવરાજ
તે સમયે હસ્તિનાપુર નામે નગર હતું. તેના ઈશાન ખૂણામાં ફળફૂલથી સંપન્ન સહસ્ત્રાભ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં શિવ નામે રાજા હતા. તેને ધારિણે નામની સુકુમાર પટરાણું હતી, તથા શિવભદ્ર નામને પુત્ર હતો.
એક દિવસ તે રાજાને પૂર્વ રાત્રીના પાછલા ભાગમાં રાજ્યકારભારનો વિચાર કરતાં કરતાં પોતાના કલ્યાણનો વિચાર આવ્યો. તેથી બીજે દિવસે પિતાના પુત્રને રાજ્યાભિષેક કરી, અન્ય કોઈ દિવસે પોતાનાં સગાંવહાલાં વગેરેની રજા માગી, અનેક પ્રકારની લઢી, લોઢાનાં કડાયાં, કડછા અને ત્રાંબાનાં બીજ ઉપકરણે ઘડાવીને તે ઉપકરણે જ લઈને ગંગાને કાંઠે રહેતા વાનપ્રસ્થ તાપસ પાસે દીક્ષા લઈ દિશા પ્રેક્ષક તાપસ થયો; તથા નિરંતર છ ટંકનો ઉપવાસ કરવાનો નિયમ લઈ રહેવા લાગ્યો.
૧. શુદ્ધિ વગેરે માટે ચારે દિશામાં પાણી છાંટી ફલફૂલાદિ ગ્રહણ કરનારે. તેમના વધુ વર્ણન માટે જુઓ ઉવવાઈસૂત્ર. પૃ. ૯૦–૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org