________________
શબ્દ
શિવરાજ. પહેલા ઉપવાસના પારણને દિવસે તે શિવરાજર્ષિ તડકે તપવાની જગાએથી ઊતરી નીચે આવ્યો અને વલ્કલનાં વસ્ત્ર પહેરી પોતાની ઝુંપડીએ આવ્યો તથા કાવડને લઈ પૂર્વ દિશામાં પાણી છાંટી, “ પૂર્વ દિશાના સમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થયેલા શિવ રાજર્ષિનું રક્ષણ કરે, અને પૂર્વ દિશામાં રહેલ કંદ, મૂલ, છાલ, પાંદડાં, પુષ્પ, ફળ, બીજ અને હરિયાળી ગ્રહણ કરવાની અનુમતિ આપે”, એમ કહી, પૂર્વ દિશા તરફ ચાલે, અને કાવડ ભરીને પાંદડાં, પુષ્પ વગેરે લઈ આવ્યો. પછી ઝૂંપડીએ પાછો આવી, કાવડને નીચે મૂકી, વેદિકાને સાફ કરી, તેને છાણપાણી વડે લીપી લીધી. પછી ડાભ તથા કલશને હાથમાં લઈ તે ગંગા મહાનદીએ ગયો, અને ત્યાં સ્નાન–આચમન કરી, પરમ પવિત્ર થઈ, દેવતા અને પિતૃકાર્ય કરી, ઝૂંપડીએ પાછો આવ્યો. પાછા આવી ડાભ, કુશ અને રેતીની વેદી બનાવી, ત્યાં મથનકાછ વડે અરણીને ઘસી અગ્નિ પાંડવ્યો; પછી સમિધ નાખી તેને પ્રજવલિત કર્યો તથા તેની દક્ષિણ બાજુએ નીચેની સાત વસ્તુઓ મૂકી : સકથા (એક ઉપકરણ), વલ્કલ, દીપ, શય્યાનાં ઉપકરણ, કમંડલુ, દંડ અને આત્મા (એટલે કે પિતાની જાત). પછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હામ કર્યો, તથા ચ–બલિ તૈયાર કર્યો. ચરુ વડે વૈશ્વદેવની પૂજા કરી, પછી અતિથિની પૂજા કરી, અને પછી પોતે આહાર કર્યો.
એ પ્રમાણે બીજા પારણા વખતે દક્ષિણ દિશા અને તેના કપાલ મહારાજા યમ; ત્રીજા વખતે પશ્ચિમ દિશા અને તેના લોકપાલ વરુણ મહારાજા અને ચોથે પારણે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org