________________
શ્રીભગવતી-ચાર વૈમાનિક દેવો ઊંચે બહુ જલદી જઈ શકે છે, પણ નીચે બહુ મંદ રીતે જઈ શકે છે. એક સમયમાં શક જેટલો ભાગ ઉપર જઈ શકે છે, તેટલું જ ઉપર જવાને વજને બે સમય લાગે છે; અને ચમરને ત્રણ સમય લાગે છે, પરંતુ અસુરેંદ્ર ચભર એક સમયમાં જેટલું નીચે જઈ શકે, તેટલું નીચે જવાને શક્રને બે સમય લાગે છે, અને વજને ત્રણ સમય લાગે છે.
હવે વજના ભયથી મુક્ત થયેલે, અને દેવરાજ શક્ર દ્વારા મેટા અપમાનથી અપમાનિત થયેલો, તથા શોકસાગરમાં ડૂબેલે અસુરેંદ્ર વિચાર કરવા લાગ્યો કે, શ્રમણ ભગવંત મહાવીરના પ્રભાવથી જ હું બચી ગયો છું. પછી તેણે પિતાના સામાનિકને કહ્યું કે, હે દેવાનુપ્રિયે! ચાલો આપણે બધા જઈએ અને શ્રમણભગવંત મહાવીરની પર્યુંપાસના કરીએ. પછી તે બધા સાથે તે અશોક વૃક્ષ નીચે આવ્યો અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરી બેલ્યો,
હે ભગવન ! આપને પ્રભાવથી બચી ગયો છું; હું આપની ક્ષમા માગું છું.' પછી તે પાછો ચાલ્યો ગયો.
હે ગૌતમ! તે ચમકની આવરદા સાગરેપમ વર્ષની છે; અને તે ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે તથા સર્વ દુઓનો નાશ કરશે.
ગૌ– હે ભગવન બીજા અસુરકુમારે સૌધર્મકલ્પ સુધી ઊંચે જાય છે તેનું શું કારણ?
૧. જેઓ આયુષ આદિમાં ઇદ્ર સમાન છે, પણ જેમનામાં ફિક્ત ઇદ્રત્વ નથી તેવા દે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org