SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ શ્રીભગવતી-સાર ગો –હે ભગવન! તે અસુરકુમારમાં પિતાના સ્થાનથી ઊંચે નીચે જવાનું સામર્થ્ય છે ખરું ? મહ–હે ગૌતમ ! તેઓ પોતાના સ્થાનથી નીચે (નરકની) સાતમી પૃથ્વી સુધી જઈ શકે, પરંતુ તેઓ ત્યાં સુધી ગયા નથી, જશે નહિ અને જતા પણ નથી. તેઓ માત્ર ત્રીજી પૃથ્વી સુધી જાય છે, ગયા છે અને જશે પણ ખરા. પિતાના જૂના શત્રુને દુઃખ દેવા અને પિતાના જૂના મિત્રને સુખી કરવા તે દેવો ત્રીજી પૃથિવી સુધી ગયા છે, જાય છે તથા જશે. - તે પ્રમાણે પોતાના સ્થાનથી તીર છે પણ અસંખ્ય દ્વીપ અને સમુદ્ર સુધી જવાની તેઓની શક્તિ છે, પરંતુ તેઓ અરિહંત ભગવંતના જન્મ-દીક્ષા-જ્ઞાનોત્પત્તિ અને પરિનિર્વાણના ઉત્સવ નિમિત્તે નંદીશ્વર દ્વીપ સુધી જ જાય છે, ગયા છે, અને જશે. પિતાના સ્થાનથી ઊંચે તેઓ અય્યત ક૫ સુધી જઈ શકે છે; પરંતુ તેઓ માત્ર સૌધર્મ કલ્પ સુધી જાય છે, ગયા છે, અને જશે. ગૌ–હે ભગવાન! તેઓ ઊંચે સૌધર્મ કલ્પ સુધી કયા નિમિત્તે ગયા છે, જાય છે, અને જશે? માહે ગૌતમ ! તે દેને જન્મથી જ વૈરાનુબંધ હોય છે, તેથી તેઓ આત્મરક્ષક દેવને ત્રાસ ઉપજાવે છે ૧. દેવવર્ગમાં પણ ઇંદ્ર, પુરોહિત, આત્મરક્ષક, લોપાલ, સૈનિક, નગરવાસી, સેવક, અંત્યજ વગેરે ભેદ હોય છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy