________________
અસુરરાજ ચાર તથા યથોચિત નાનાં નાનાં રત્નોને લઈ ઉજજડ ભાગમાં ચાલ્યા જાય છે.
ગૌ – હે ભગવન ! જયારે તે અસુરે વૈમાનિકનાં રત્નો ઉપાડી જાય, ત્યારે વૈમાનિકે તેઓને શું કરે?
મો –હે ગૌતમ ! તેઓ તેમને શારીરિક વ્યથા ઉપજાવે છે.
ગૌ–હે ભગવન! ઊંચે ગયા પછી તે અસુરકુમાર ત્યાં રહેલી અપ્સરાઓ સાથે ભોગો ભોગવી શકે ખરા?
મ––હે ગૌતમ ! જે તે અપ્સરાઓ તેમને આદર કરે અને તેઓને સ્વામી તરીકે સ્વીકારે, તે તેમની સાથે તેઓ ભોગ ભોગવી શકે છે, નહિ તે નહિ.
વળી તેઓનું આમ ઉપર જવું હંમેશ નથી બનતું; અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી વીત્યા પછી લોકમાં અચંબો પમાડનાર એ ભાવ ઉત્પન્ન થાય છે. પરંતુ તેઓ પિતાના આપબળથી ત્યાં નથી જઈ શકતા; પણ જેમ કોઈ શબર, બબ્બર, પુલિંદર વગેરે અનાર્ય જાતિના લોકો જંગલ, ખાડા, ગુફા વગેરેને આશ્રય કરીને સુસજિજત લશ્કરને પણ હંફાવવાની હિંમત કરે છે, તેમ અસુરકુમારે
૧. આ અવસર્પિણીનાં તેવાં દશ આશ્ચર્યો ગણાય છે. તે માટે જુઓ આ માળાનું “આચારધર્મ” પુસ્તક, પા. ૧૮૯.
૨. મૂળમાં ઢંકણ, ભુજીએ, પડ એટલા વધારે છે. સૂત્રકૃતાંગ, પૃ. ૧૨૩, પ્રશ્નવ્યાકરણ પૃ. ૧૪, પ્રજ્ઞાપના પૂ. પપ વગેરેમાં અનાર્ય દેશે, અનાર્ય પ્રજાઓ અને અનાર્ય જાતિઓનાં વર્ણન છે. જુઓ ભગવતીસૂત્ર ખંડ. ૨, પા. પ૩ નેધ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org