________________
અસુરરાજ ચમર રાજગૃહનગરમાં મહાવીર ભગવાન પધાર્યા હતા, તે વખતે અસુરરાજ ચમર ગૌતમાદિને નાટથવિધિ દેખાડી ગયે. તે ઉપરથી ગૌતમ પ્રશ્ન પૂછે છે :
ગૌ––હે ભગવન્! અસુરકુમાર દેવો ક્યાં રહે છે ?
ભવ–હે ગૌતમ! એક લાખ અને એંશી હજાર જનની જાડાઈવાળી આ રત્નપ્રભા પૃથિવીની વચગાળે તે અસુરકુમાર દેવો રહે છે. [અસુરકુમારોને આવાસ દક્ષિણે અને ઉત્તરે એમ બે દિશામાં આવેલો છે. તેમાં દક્ષિણમાં ચમર અને ઉત્તરમાં બલિ એ નામના બે ઈદ્રો છે. અમરની રાજધાનીને ચમરચંડ્યા અને બલિની રાજધાનીને બલિચંચા કહેવામાં આવે છે. ચમચંચામાં ૩૪ લાખ ઘર છે, અને બલિચંચામાં ૩૦ લાખ છે. તે દેવોનું આયુષ્ય ઓછામાં ઓછું દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે એક સાગરેપમ વર્ષોથી અધિક છે ].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org