________________
૧૯૪
શ્રીભગવતી-સાર કર્યા બાદ મૃત્યુ પામી તે તપસ્વી ઈશાન કલ્પમાં, ઈશાનાવતંસક વિમાનમાં, ઉપપાતર સભામાં, દેવશય્યામાં, દેવવસ્ત્રથી ઢંકાયેલ તથા આંગળના અસંખ્યય ભાગ જેટલી અવગાહનામાં ઈશાનદેવેંદ્રપણે જન્મ ધારણ કર્યો. તે વખતે તે સ્વર્ગ ઈદ્ર અને પુરોહિત વિનાનું હતું.
જ્યારે અસુરકુમારેએ જાણ્યું કે તામેલી ઈશાનકલ્પમાં દેવેંદ્રપણે ઉત્પન્ન થયો, ત્યારે તેઓ ઘણું ગુસ્સે થયા. પછી તેમણે તામ્રલિપ્તીમાં જઈ તામલીના મુડદાને ડાબે પગે દોરડી બાંધીને તથા તેના મેમાં ત્રણ વાર થૂકીને, તે નગરના બધા માર્ગોમાં ઢસડવું તથા તેની મન ભાવતી કદર્થના કરી. પછી તેને એક બાજુ ફેકી તેઓ પાછા ચાલ્યા ગયા.
આ બધું ઈશાન કલ્પનાં ઘણાં દેવ-દેવીઓએ જોયું. એટલે તેઓએ દેવરાજ ઈશાનને તેની ખબર કહી. આ સાંભળી ગુસ્સે થઈ તે દેવરાજે દેવશય્યામાં રહ્યા રહ્યા બલિચંચા નગરી તરફ ક્રોધપૂર્વક કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવીને જોયું. તે જ સમયે તે દિવ્ય પ્રભા વડે તે નગરી અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપેલી રેતીના કણિયા જેવી તથા ખૂબ તપેલી લાય જેવી થઈ ગઈ. એ જોઈ અસુરકુમારે ભયથી વ્યાકુળ થઈ ગયા, અને ચારે બાજુ નાસભાગ કરી સંતાવા લાગ્યા. પછી
- ૧. મૂળમાં ૬૦,૦૦૦ વર્ષ સુધી સાધુપગે રહીને ” એમ છે.
૨. દેવાને માતાના ગર્ભમાંથી યોનિ વાટે જન્મ નથી લે ૫ડતા; તેઓ સીધા દેવશધ્યામાં દેવવસ્ત્રથી ઢંકાયેલા જન્મે છે. તે જન્મ ઉપપાત કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org