________________
દેવરાજ ઈશાને જ્યારે તેઓએ જાણ્યું કે, આમ થવાનું કારણ ઈશાનંદ્રનો કાપ છે, ત્યારે તેઓ દેવરાજ ઈશારેંદ્ર સામે અંજલિ જેડી કરગરવા લાગ્યા. પછી ઈશાને પોતાની પ્રભા (તેજલેશ્યા) પાછી ખેંચી લીધી. ત્યારથી અસુરકુમાર દેવ તથા દેવીએ તેની આજ્ઞામાં અને તાબામાં રહે છે. હે ગૌતમ ! દેવેંદ્ર દેવરાજ ઈશાનેકે પિતાની દિવ્ય દેવઋદ્ધિ આ પ્રમાણે મેળવી છે.
શતક ૩, ઉદ્દે ૧
ટિપ્પણ ટિ૫ણ નં. ૧ઃ
રાજ્યપ્રક્રીય સૂત્રમાં ૩૨ પ્રકારના નાટથવિધિનું સવિસ્તર વર્ણન છે. તેનાં નામ નીચે પ્રમાણે છે :
૧. અષ્ટ મંગલના આકારનો અભિનય. (સ્વસ્તિક, શીવસ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, અને દર્પણ એ આઠ મંગલો.) ૨. આવર્ત, પ્રત્યાવર્ત, મસ્યાણડક, જાર, માર, પદ્મપત્ર, વાસંતીલતા અને પાલતા વગેરેના ચિત્રને અભિનય. ૩. ઈહામૃગ, ઋષભ, તુરગ, નર, મકર, વિહગ, કિનર, કુંજર, વનલતા અને પદ્મલતા વગેરેના ચિત્રનો અભિનય. ૪. એકતચક્ર, કિધાચક્ર, ચક્રાર્ધ વગેરેને અભિનય. ૫. ચંદ્રાવલિપ્રવિભાગ, સૂર્યાવલિ પ્રવિભાગ, હંસાવલિપ્રવિભાગ વગેરેને અભિનય. ૬. ઉદ્ગમનોમન પ્રવિભાગ. ૭. આગમાગમન પ્રવિભાગ ૮. આવરણવરણપ્રવિભાગ. ૯. અસ્તગમનાસ્તગમનપ્રવિભાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org