________________
તામલી
દેવરાજ ઈશાને બીજે દિવસે તેણે તે પ્રમાણે અનશનવ્રત સ્વીકાર્યું. તે સમયે બલિચંચા નગરીમાં વસનારા અસુરકુમારદેએ વિચાર કર્યો કે, હાલમાં બલિચંચા નગરી ઈંદ્ર અને પુરોહિત વિનાની છે; તથા આપણે બધા ઈદ્રને તાબે રહેનારા છીએ અને આપણું બધું કાર્ય અને તાબે છે; માટે આપણે તામલી તપસ્વીને બલિચંચા નગરીમાં ઈદ્ર તરીકે આવવાને સંકલ્પ કરાવીએ.
આમ વિચારી તે દિવ્યગતિથી બાલતપસ્વી તામલી તપ કરતો હતો ત્યાં આવ્યા, અને તેની બરાબર સામે ઊભા રહી, તેને પિતાની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવકાંતિ, દિવ્ય દેવપ્રભાવ અને ૩૨ જાતનો દિવ્ય નાટકવિધિ બનાવ્યા. ત્યાર બાદ તેની ત્રણ પ્રદક્ષિણું કરીને તથા તેને વંદન કરીને તેમણે કહ્યું : “હે દેવાનુપ્રિય ! અમે બલિચંચા નગરીમાં રહેનારા ઘણું અસુરકુમાર દેવ તથા દેવીએ આપને વંદીએ છીએ. હાલમાં અમારી રાજધાની ઈદ્ર અને પુરોહિત વિનાની છે; માટે તમે બલિચંચાના સ્વામી થવાનો સંકલ્પ કરે.” એ પ્રમાણે તેઓએ ત્રણ વાર કહ્યું છતાં તાલીએ મૌન રહી કાંઈ જવાબ ન આપે. તેથી તેઓ પાછા ચાલ્યા ગયા.
પછી બે માસ – ૧૨૦ ટંક- સુધી અનશન વ્રત ધારણું
દેવદિન બરાબર
૧. ઉત્તર દિશાના અસુરકુમારના ઈંદ્ર બલિની રાજધાની.
૨. મૂળમાં તેમની દિવ્યગતિનાં ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, જયવતી, (બીજાઓની ગતિએને જીતનારી), નિપુણ, સિંહ જેવી (શ્રમરહિત હોવાથી ), શીધ્ર, ઉદ્દત (વેગવતી) - એવાં વિશેષણ છે.
१३
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org