________________
૧૯૨
શ્રાભગવતા-સાર તલવર, માલિક, કૌટુંબિક, ઈભ્ય૩, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, કાગડે, કૂતરે તથા ચાંડાળ જુએ છે, ત્યાં ત્યાં તેને પ્રણામ કરે છે : ઊંચાને જોઈને ઊંચી રીતે પ્રણામ કરે છે; નીચાને જોઈને નીચી રીતે પ્રણામ કરે છે, જેને જેવી રીતે જુએ છે, તેવી રીતે તેને પ્રણામ કરે છે.
ત્યાર પછી તે મૌર્યપુત્ર તામલી તેવા બાલ (મૂઢ) તપકર્મ વડે સુકાઈ ગયા અને દુબળા થયા. પછી કોઈ વખત મધરાતે જાગતાં જાગતાં, અનિત્યતા સંબંધે વિચાર કરતાં તે તામલી બાલ તપસ્વીને એ વિકલ્પ થયો કે, હજુ જ્યાં સુધી મારામાં ઊઠવા બેસવાની શક્તિ છે, ત્યાં સુધી હું આવતી કાલે સૂર્યોદય પછી મારા બધા જાણીતા ગૃહસ્થ તથા સાધુઓને પૂછીને ચાખડી, ડી, લાકડાનું પાત્ર વગેરે મારાં ઉપકરણોને અલગ કરી, તામ્રલિપ્તી નગરના ઈશાનખૂણામાં નિર્વનિક મંડળને આલેખી (એટલે કે પોતાના શરીર જેટલી જગાની આસપાસ કુંડાળું દોરી), ખાવાપીવાનો ત્યાગ કરી, વૃક્ષની પેઠે સ્થિર રહી, મૃત્યુની આકાંક્ષા કર્યા વિના રહું.
૧. રાજાએ ખુશી થઈ જેઓને પટ્ટા આપ્યા છે તેવા રાજા જેવા પુરુષે.
૨. જેની આસપાસ વસતી કે ગામ ન હોય તેવા સ્થળને મડબ કહે છે અને તેના માલિકને મારુંબિક કહે છે.
૩. જેના દ્રવ્યના ઢગલામાં મોટે હાથી-ઇભ ઢંકાઈ જાય તે.
૪. શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપટ્ટને જેઓ માથા પર બાંધે છે તે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org