________________
કેટલીક વ્યાખ્યાઓ
૧૧૫ સ્થાનાંગમાં સિદ્ધાંત, પરસિદ્ધાંત, જીવ, અજીવ, લેક, અને અલેકનું સ્થાપન છે.
સમવાયાંગમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, એકાદિ સંખ્યાપૂર્વક પદાર્થોનું નિરૂપણ, અને દ્વાદશાંગ ગણિપિટકના પર્યાનું પ્રતિપાદન છે.
ભગવતીમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, જીવ, અજીવ, લોક, અલોક, જુદા જુદા પ્રકારના દેવ, રાજા, રાજર્ષિ અને અનેક પ્રકારે સંદિગ્ધ પુરુષોએ પૂછેલા પ્રશ્નોના શ્રીજિને વિસ્તારપૂર્વક આપેલા ઉત્તરે છે. તેઓ યથાસ્થિત ભાવના પ્રતિપાદક છે, મુમુક્ષુઓના હદયના અભિનંદક છે, અંધકારરૂપ મેલના નાશક છે, સુદષ્ટ છે, દીપભૂત છે, તથા બુદ્ધિના વર્ધક છે.
જ્ઞાતાધર્મસ્થામાં ઉદાહરણભૂત પુરુષોનાં નગર, રાજાઓ, ધર્માચાર્યો, ધર્મકથાઓ, પ્રવજ્યા, તપ, દેવકગમન, બોધિલાભ વગેરેનું વર્ણન છે.
ઉપાસકદશામાં ઉપાસકનાં કે શ્રાવકનાં શિલતે, વિરમણે. ગુણવતા, પ્રત્યાખ્યાને, પૈષધોપવાસ, તપ, પ્રતિમાઓ, ઉપસર્ગો, બોધલાભ અને અંતક્રિયાઓનું નિરૂપણ છે.
૧. આ માળામાં “ભગવાન મહાવીરની ધમકથાઓ” નામનું પુસ્તક.
૨. આ માળામાં “ભગવાન મહાવીરના દશ ઉપાસકે” નામનું પુસ્તક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org