________________
શ્રીભગવતીસાર - મહ–હે ગૌતમ ! બાર અંગવાળું ગણિપિટક કહ્યું છે. તે આ પ્રમાણે આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ), જ્ઞાતાધર્મકથા, ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરૌપપાતિક, પ્રૌવ્યાકરણ, વિપાકબુત, અને દષ્ટિવાદ.૧
ગૌ૦–હે ભગવન્! આચારાંગ એ શું છે?
મહ–હે ગૌતમ ! આચારાંગમાં શ્રમણ નિગ્રંથોનો. સુપ્રશસ્ત આચાર, ભિક્ષા લેવાનો વિધિ (ગોચર), વિનય, ધ્યાન, આહારાદિ પદાર્થોનું માપ, સ્વાધ્યાય, ભાષાસમિતિ, ગુણિ, શયા, ઉપધિ, અન્ન-પાન, દાની વિશુદ્ધિ, શુદ્ધાશુદ્ધગ્રહણ, વ્રત, નિયમ અને તપ, વગેરેનું વર્ણન છે.
સૂત્રકૃતાંગમાં સ્વસિદ્ધાંત, પરસિદ્ધાંત, જવ, અજીવ, લોક, અલેક, પુષ્ય, પાપ, આસ્ટવ, સંવર, નિર્જર, બંધા અને મેક્ષ સુધીના પર્દાથો છે; તથા ઇતર દર્શનેથી મોહિત. તથા સંદિગ્ધ એવા નવા દીક્ષિતની બુદ્ધિની શુદ્ધિ માટે ૧૮૧ ક્રિયાવાદીના મત, ૮૪ ક્રિયાવાદીના મત, ૬૭ અજ્ઞાનવાદીના મત, કર વિનયવાદીના મત વગેરેનો પરિક્ષેપ કરીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરેલું છે.
૧. મૂળમાં, નંદીસૂત્રમાં કહ્યા પ્રમાણે બધા અંગોને પરિચય આપવો એમ કહ્યું છે. પરંતુ અહીં અંગગ્રથામાંના જ એક સમવાયાંગમાં આપેલી માહિતી ટૂંકાવીને આપી છે.
૨. આ માળામાં “શ્રી મહાવીર સ્વામીને આચારધર્મ' નામનું પુસ્તક.
૩. આ માળામાં “શ્રી મહાવીરસ્વામીના સંયમધર્મ * નામનું પુસ્તક.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org