________________
૧૪૮
શ્રીભગવતી-સાર ૬. પ્રતિસંલીનતા ચાર પ્રકારની છે: (૧) ઇડિયાને નિગ્રહ કરવો, (૨) કષાયોનો નિગ્રહ કરવો; (૩) મન-વાણીકાયાના વ્યાપારનો નિગ્રહ કરવો; અને (૪) સ્ત્રી-પશુ અને નપુંસક સિવાયની વસતિમાં નિર્દોષ શયનાદિ ઉપકરણનો સ્વીકાર કરી રહેવું.
આત્યંતર તપ છ પ્રકારનું છેઃ (૧) પ્રાયશ્ચિત્ત (૨) વિનય (૩) વૈયાવૃજ્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ ' (૧) પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર આગળ (પા. ૧૪પ ઉપર). આવી ગયા છે.
(૨) વિનયના સાત પ્રકાર છે: જ્ઞાન, દર્શન, ચારિત્રો, મનન, વચન, કાયનો અને લોકાપચારનો.
તેમાં જ્ઞાનનો વિનય, જ્ઞાનના પાંચ પ્રકાર મુજબ પાંચ પ્રકારનો છે. * * દર્શનનો વિનય બે પ્રકારનો છે: સુશ્રુષાવિનય અને અનાશાતવિય. શુષાવિનય, સત્કાર કરવો, સન્માન કરવું વગેરે અનેક પ્રકારનો છે. અનાશાતના વિનયના ૪૫ ભેદ છેઃ અરિહંતોની, અરિહંતોએ કહેલા ધર્મની, આચાર્યોની ઉપાધ્યાયની, સ્થવિરની, કુળની, ગણની, સંઘનીક, ક્રિયાની,
- ૧. શ્રોત્રાદિ પાંચ.
૨. કાધ, માન, માયા, લોભ. ..
૩. સારી રીતે, સમાધિપૂર્વક શાંત થઈ, હાથપગ સંચી કાચબાની પેઠે ગુતેદ્રિય થઈ આલીન અને પ્રલીન – સ્થિર રહેવું તે.
૪. આ બધાના શબ્દાર્થ માટે જુઓ પા. ૧૫૦ – વૈયાવૃત્ય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org