SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રત્યાખ્યાન ગ–હે ભગવન ! પ્રત્યાખ્યાન વિષે કહે. મહે ગૌતમ! (નહીં કરું એવી પ્રતિજ્ઞારૂપ) પ્રત્યાખ્યાન બે પ્રકારનું છેઃ મૂલગુણ પ્રત્યાખ્યાન, અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. ૧. તેમાં મૂલગુણ પ્રત્યાખ્યાન બે પ્રકારનું છેઃ સર્વમૂલગુણ પ્રત્યાખ્યાન, અને દેશમૂલગુણ પ્રત્યાખ્યાન. - તેમાં સર્વમૂલગુણ પ્રત્યાખ્યાનના પણ પાંચ પ્રકાર છેઃ સર્વ પ્રકારની હિંસામાંથી, સર્વ પ્રકારના અસત્યમાંથી, સર્વ પ્રકારના અબ્રહ્મચર્યમાંથી, સર્વ પ્રકારના ચૌર્યમાંથી, અને સર્વ પ્રકારના પરિગ્રહમાંથી વિરામ પામવું તે. . દેશમૂલગુણ પ્રત્યાખ્યાનને પણ પાંચ પ્રકાર છે: સ્કૂલ હિંસા, અસત્ય, અબ્રહ્મચર્ય, ચૌર્ય અને પરિગ્રહમાંથી વિરામ પામવું તે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy