________________
સાધra વિવિધ શક્તિઓ
– હે ભગવન! અંધાચારણને જંઘાચારણ શા માટે કહે છે?
ભ૦–હે ગૌતમ! નિરંતર આઠ આઠ ટંકના ઉપવાસરૂપી તપકર્મ વડે આત્માને ચિંતવતા મુનિને અંધાચારણું નામની લબ્ધિ પ્રાપ્ત થાય છે તેથી તેને અંધાચારણ કહે છે. તેની શીધ્ર ગતિ વિદ્યાચારણ જેવી છે, પણ ફેર એટલો કે ત્રણ ચપટી વગાડે તેટલામાં તે ૨૧ વાર જબુદ્ધીપને ફરીને શીધ્રા પાછો આવે છે. વળી તે એક પગલામાં રુચકવર કીપમાં જાય, અને ત્યાંનાં ચૈત્યને વંદી, બીજા પગલામાં નંદીશ્વર દ્વીપમાં જઈ ત્યાંનાં ચૈત્યોને વંદી અહીં પાછો આવે છે અને અહીંનાં ચૈત્યને વંદે છે. વળી એક પગલામાં તે પાંડુકવનમાં જાય, ત્યાંનાં ચૈિત્યને વંદે અને બીજા પગલામાં તે નંદનવનમાં જઈ ત્યાંનાં ચિત્યને વંદી અહીં પાછા આવી અહીંનાં ચૈત્યને વંદે.
– શતક ૨૦, ઉદ્દે ૯
૧૫ ગૌ૦–હે ભગવન ! ચૌદ ‘પૂર્વ"ને જાણનાર શ્રુતકેવલર મનુષ્ય એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને એમ એક દંડમાંથી હજાર દંડને કરી દેખાડવા સમર્થ છે?
૧. ૧૩મે દ્વીપ,
૨. જંબુસ્વામી પછીના સમયમાં કેવલજ્ઞાન સંભવતું ન હોવાથી જેમને કેવલજ્ઞાન નથી, પરંતુ જેઓ શાસ્ત્રગ્રંથો તે પૂર્ણ રીતે જાણે છે, તેવા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org