________________
૧૨૮
શ્રીભગવતીન્સાર ગૌતમ! આ જંબુદ્દીપને પરિધિ ત્રણ લાખ, સોળહજાર અને બસત્તાવીશ યેાજન છે; તે સંપૂર્ણ દ્વીપને કોઈ મહાશક્તિશાળી દેવ ત્રણ ચપટી વગાડે તેટલી વારમાં ત્રણ વાર ફરીને શીધ્ર પાછો આવે તેવી તેની શીધ્ર ગતિ છે. તે એક પગલા વડે માનુષોત્તર૧ પર્વત ઉપર પહોંચી જઈ ત્યાંનાં ચૈત્યને વંદન કરી, બીજા પગલા વડે નંદીશ્વર દ્વીપમાં જાય, તથા ત્યાંનાં ચૈત્યોને વંદી અહીં પાછો આવે, અને અહીંનાં ચાને વંદે, વળી એક જ પગલામાં નંદનવનમાં જાય, અને ત્યાંનાં ચૈત્યને વંદી, બીજા પગલામાં પાંડકવનમાં જાય, તથા ત્યાંનાં ચૈત્યને વંદી અહીં પાછા આવી અહીંનાં ચૈત્યને વંદે.
હે ગૌતમ ! જે તે વિદ્યાચારણ ગમનાગમન સંબંધી પાપસ્થાનકને આલોચ્યા કે પ્રતિક્રમ્યા વિના મરણ પામે, તો આરાધક થતો નથી; અને જે આલેચીને કે પ્રતિક્રમીને મરણ પામે તો આરાધક થાય છે.
૧. ત્રીજા પુષ્કર દ્વિપની મધ્યમાં આવેલા પર્વતઃ મનુષ્યક્ષેત્રની સીમાં.
૨. જંબુદ્વીપની આસપાસ વીંટળાઈને આવેલા અનેક દ્વીપમાંને આઠમે.
૩. મેરુપર્વતના શિખર ઉપર આવેલું વન.
૪. લબ્ધિને ઉપયોગ કરવો તે પ્રમાદ છે. તેને ઉપયોગ કર્યો હોય તો તેની આલોચના (કબૂલાત, પ્રાયશ્ચિત્ત અને ત્યાગ) ઇ ન કર્યા હોય, તો તેને ચારિત્રની આરાધના થતી નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org