________________
૧૧૮
શ્રીભગવતી-સાર જાય છે, કેટલાકને બધે સ્થળે કાયમ રહે છે, કેટલાકને ધીમે ધીમે વધતું જાય છે, કેટલાનું વધ-ઘટ પામ્યા કરે છે; અને કેટલાકનું સ્થિર રહે છે. તે મુજબ કેટલાક તે દેવને જુએ, પણ વિમાનને ન જુએ, કેટલાક વિમાનને જુએ પણ અને ન જુએ; કેટલાક દેવ અને યાન બંનેને જુએ તથા કેાઈ એ બેમાંથી એકેને ન જુએ.
ગૌ–હે ભગવન્! તે ભાવિત-આત્મા સાધુ ઝાડના અંદરના ભાગને જુએ કે બહારના ભાગને જુએ?
મહે ગૌતમ! કોઈ અંદરનો ભાગ જુએ, કાઈ બહારનો જુએ, તથા કોઈ બંનેને જુએ [વગેરે ઉપર મુજબ].
ગૌ–હે ભગવન્! ભાવિત-આત્મા સાધુ વૈક્રિય શરીર ધારણ કરી વૈભાર પર્વતને ઓળંગી શકે ?
ભ૦–હે ગૌતમ! ઓળંગી શકે.
ગૌ –હે ભગવન! તે સાધુ વૈક્રિય શક્તિ વડે જેટલાં રૂપે રાજગૃહનગરમાં છે, તેટલાં રૂપ બનાવી, વૈભાર પર્વતમાં પ્રવેશ કરી, તે સમ પર્વતને વિષમ કરી શકે ? કે તે વિષમ પર્વતને સમ કરી શકે? મહ–હા ગૌતમ! કરી શક.
– શતક ૩, ઉદે૪
- ગૌ–હે ભગવન! ભાવિત આત્મા સાધુ વૈક્રિય શક્તિ વડે એક મોટું સ્ત્રીરૂપ સર્જવા સમર્થ છે? - ૧, રાજગૃહથી અડધા ગાઉ જેટલે છેટે પાંચ પહાડે આવેલા છે, તેમાંને એક. વિભારગિરિ, વિપુલગિરિ, હદયગિરિ, સુવર્ણગિરિ અને રત્નગિરિ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org