________________
કયું પાપ લાગે? કષાયનાં સાધનયુક્ત છે; તેથી તેને સાંપરાયિકી લાગે. કપાયરહિત પુરુષને જ માત્ર યોગ એટલે કે પ્રવૃત્તિના નિમિત્તથી એર્યાપા થકી ક્રિયા લાગે. - ગૌત્ર –હે ભગવન ! કોઈ શ્રાવકે જંગમ જીવોને વધ ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છેને વધ ના કરવાનું વ્રત ન લીધું હોય; તે ગૃહસ્થ પૃથ્વીને ખોદતાં કે જંગમ જીવની હિંસા કરે, તો તેને પિતાના વ્રતમાં અતિચાર -દોષ લાગે ?
મહ–હે ગૌતમ ! એ વસ્તુ બરાબર નથી. કારણકે શ્રાવક કાંઈ તેનો વધ કરવા પ્રવૃત્તિ કરતો નથી.'
તેમ જ વનસ્પતિના વધનો નિયમ લેનાર પૃથ્વી ખોદતાં કઈ વૃક્ષના મૂળને છેદી નાખે, તે પણ તેને દોષ નથી.
- શતક ૭, ઉદેવ ૧
રાજગૃહ નગરમાં અન્યતીર્થિક કાલેદાયી પ્રશ્ન પૂછે છે?
કાલોદાયીઃ હે ભગવન્! બે પુરુષોમાંથી એક પુરુષ અગ્નિ સળગાવે, અને બીજો તેને એલવે; તે બેમાંથી કયો મહાપાતકવાળે અને કયે અલ્પ પાતકવાળા કહેવાય ?
મ–હે કાલોદાયિ ! તે બેમાંથી જે ઓલવે છે તે અલ્પ પાતકવાળે છે; અને જે સળગાવે છે, તે મહાપાતકવાળો
૧. સામાન્ય રીતે અંશતઃ વિરતિ વ્રત લેનાર શ્રાવકને સંકલ્પપૂર્વક કરેલ હિંસાના ત્યાગનું વ્રત હોય છે. તેથી જેની હિંસાને નિયમ હોય તેની હિંસા કરવા સંકલ્પપૂર્વક જ્યાં સુધી તે પ્રવૃત્તિ ન કરે, ત્યાં સુધી તેને તે વ્રતમાં દેષ લાગતું નથી..
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org