SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ કર્મ-પ્રકૃતિઓને મજબૂત બંધને બાંધેલી કરે છે, અને સંસારમાં વારંવાર ભમે છે. ગૌ –હે ભગવન ! તેનું શું કારણ? ભ૦ હે ગૌતમ! તેવા અન્નને ખાતે શ્રમનિથ પિતાના ધર્મને ઓળંગી જાય છે. પોતાના ધર્મને ઓળંગતો તે શ્રમણ પૃથિવીકાય વગેરે જીવ-વની દરકાર કરતો નથી, તથા જે જીવોનાં શરીરને તે ખાય છે, તે છવાની પણ દરકાર કરતા નથી. તેથી કરીને ઉપર પ્રમાણે કહ્યું છે. પરંતુ તેથી ઉલટું કરનારો, એટલે કે તેવા દોષવાળું અપાન ન ખાનારે શ્રમણ મજબૂત બંધાયેલી સાતે કમં પ્રકૃતિઓને પિચી કરે છે, દુખપૂર્વક અનુભવવાના કર્મને વારંવાર ઉપચય નથી કરતો, તથા અનાદિ અનંત સંસારરૂપી અરણ્યનું ઉલ્લંઘન કરે છે, સિદ્ધ થાય છે અને સર્વ દુઃખનો અંત કરે છે. – શતક ૧, ઉદ્દે ૯ - હા આધાકર્મ વગેરે દેયુક્ત આહારને નિર્દોષ માની, પિોતે તેનું ભોજન કરવું, બીજા સાધુઓને તે આપ તથા સભામાં તેનું નિર્દોષપણું કહેવું, એ બધું વિપરીત શ્રદ્ધારૂપ હોવાથી તેનાથી જ્ઞાન-દર્શન–ચારિત્રની વિરાધના દેખીતી છે. તે સાધુ તે બાબતમાં પિતાની ભૂલ પ્રગટ કરી, તે બાબતને અનુતાપ કરી, ફરી તેમ ન કરવા સાવધાન બનતા પહેલાં ૧ વગેરે બધું પા. ૬૨ ઉપર જણાવેલ અસંવૃત અનગારથી ઊલટું સંસ્કૃત અનગારની પેઠે સમજવું. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy