________________
રૂપરેખા
६७
સ્માત્માના ખાર વાગી જાય છે–મેહ એની સવાર પાડી નાખે છે. એની દશા એ એવી અધમ કરે છે કે ન પૂછે। વાત. અગિયારમા પગથિયા જેટી ઉચ્ચ ભૂમિકા ઉપરથી છેક પહેલા પગથિયા સુધી ચે એ પટકી પાડે,
અગિયારમાં ગુરુસ્થાન સુધી ચડેલા કેટલાક જીવ છેક પ્રથમ ગુરુસ્થાન જેટલી નીચલી હદ સુધી એકદમ નીચે ન પડતાં સાતમે કે એથી નીચે ઊતરતાં ચેાથે ગુણસ્થાને ટકી પણ જાય પરંતુ આગળ વધવા માટે તે એમને પણ ફરીથી પ્રયાસ કરવા પડે, જો કે પહેલે પગથિયે આવી પડનારની જેમ એને તદ્દન નવેસરથી એકડા લૂંટવાના રહે નહિ.
જેણે ‘ક્ષપક’ શ્રેણિ સ્વીકારી હોય તે જ ખારમે ગુણસ્થાને જઈ શકે.
બારમું ગુણસ્થાન એટલે સ'પૂર્ણ વીતરાગ દશા. આ અનુપમ દશા પ્રાપ્ત થયા પછી આત્માની સાચી સપત્તિરૂપ જ્ઞાનની ઝળહળતી જ્યેાતિ અંતર્મુહ્ત માં, વધારેમાં વધારે કાચી એ ઘડીમાં ચારે તરફ ફરી વળે એ મહાત્મા સર્વજ્ઞ બને અર્થાત્ એ તેરમે ગુણસ્થાને આરૂઢ થાય. આ ગુરુસ્થાનને ‘ સચે{ગ-કેવલી ’ કહે છે.
'
આમ એક બાજુ વીતરાગતા અને બીજી બાજુ સર્વજ્ઞતા અને સાથે સાથે દરેક પ્રકારના અંતરાયના આત્યંતિક એમ વિવિધ પ્રકારના દિવ્ય અને સનાતન રંગથી રંગાયેલા આત્માની દશા એ આત્માતિનું લગભગ છેલ્લું પગથિયું છે. આને આપણે ‘જીન્મુક્તિ' કહી શકીએ. આ
અસાવ
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org