SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપરેખા ૫૫ જૈનેના દેવાધિદેવ છે-ઈશ્વર છે પરંતુ આ પૈકી એકે ઈશ્વર જગના કર્તા કે નિયંતા નથી એટલું જ નહિ પરંતુ એમને અંગે આમ માનવું કે કહેવું એ જૈન દર્શનને મતે એમના વાસ્તવિક ઐશ્વર્યને બદનામ કરવા બરાબર છે. જેને દૃષ્ટિએ જગત અનાદિ અનંત છે. યુગલને કે જીવને કેઈ સર્જનહાર નથી. પ્રસ્તુતમાં કર્મનું ફળ સ્વતઃ મળે છે–એ માટે ઈશ્વર જેવા ન્યાયાધીશની કે અન્ય કેઈની દખલગીરી કે દોરવણી માટે સ્થાન નથી. કઈ મદિરા પીએ પછી એ મદિરાથી એ બેહોશ બને તેમાં શું અન્ય કોઈને હાથ છે ખરો? શું એ મદિરાનું-મદિરાપાનનું જ ફળ નથી? આને લઇને જૈન દર્શન ઈશ્વરને ફળદાતા તરીકે માનતું નથી. જીવ કમ કરવામાં સ્વતંત્ર છે તે પછી ફળ ભેગવવામાં એ પરતંત્ર શા માટે? કર્મનું ફળ કેટલીક વાર તરત તે કેટલીક વાર લાંબે ગાળે મળે છે તે શું એ ઈશ્વરેચ્છાને અધીન છે? એમ હોય તે પણ એ ઉત્તર જેના દર્શનને માન્ય નથી. વિસ્તાર – જેના કમ–સિદ્ધાન્તની આ એક આછી રૂપરેખા છે. એને ગુણસ્થાને અને માર્ગદ્વાર સાથે સંબંધ, કયું કમ ક્યારે કોણ બાધે અને કેવી રીતે એ ભેગવે એ વિગત, મૂળ પ્રકૃતિએની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિઓ, વગણ, ધકે અને કંડકોનું વિસ્તૃત નિરૂપણ, સમુદ્રઘાત, કરણે કયારે કેમ પ્રવર્તી ઇત્યાદિ અનેક બાબતે ઘણી જ ઝીણવટથી જૈન ગ્રંથમાં વિચારાઈ છે. એના નિષ્કર્ષરૂપે સહેજે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy