________________
રૂપરેખા
પ્ર. ૨૯ : નવું કર્મ બંધાય ત્યારે એનાં દલિકાની વહેંચણી. એ પૂર્વે બંધાયેલાં અને વિદ્યમાન કર્મોમાં કેવી રીતે થાય છે ? કેને કેટલું ફળ મળે છે?
ઉત્તર : જે જે કર્મ નવું કર્મ બંધાતી વેળા વિદ્યમાન હોય તેને તેને નવા કર્મનાં દલિકાની ફાળવણી તે તે કર્મની દલિકરૂપ મૂડી પ્રમાણે થાય છે. જે કર્મની મૂડી વધારે તેને તે પ્રમાણમાં લિકેની પ્રાપ્તિ થાય છે. વેદનીય કર્મ અપવાદરૂપ છે આની વિસ્તૃત માહિતી મેં કર્મલિકની વહેંચણી” નામના મારા લેખમાં આપી છે.
પ્ર. ૩૦ : સંસારી જીવના શરીરનાં અંગોપાંગ અને મનની રચનામાં શું કર્મનો હાથ છે અને હોય તે ક્યાં કયાં કર્મને?
ઉત્તર : કર્મની શક્તિ અને સત્તા ઘણી છે. એને સંસારી આત્મા ઉપર પણ જબરજસ્ત પ્રભાવ પડે છે તે પછી એ આત્માને શરીરની રચના માટે તે કહેવું જ શું? એક રીતે વિચારતાં તે એ તમામ કાર્ય કર્મનું અને તે પણ નામકર્મનું અને એના ઉપપ્રકારનું છે. શરીરનાં હાડકાંની રચના “સંહનન” નામકર્મ ઉપર આધાર રાખે છે. શરીરના અંગેની એટલે મસ્તક, છાતી, પેટ ઈત્યાદિ અવયની અને આંગળી, પર્વરેખા વગેરે ઉપાંગોની રચના “અંગે પાંગ” નામ કર્મને આભારી છે. શરીરના સંસ્થાનને અર્થાત્ એના આકારને નિયામક સંસ્થાન” નામકર્મ છે. શરીરના વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ તે તે નામવાળા નામકર્મને અધીન છે. મન માટે કોઈ વિશિષ્ટ. નામકર્મ જેવાને ઉલેખ હોય તે તે જાણવામાં નથી.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org