________________
૨૯૪ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ છે તેમ અહીં માનથી – અભિમાનથી થતી દુર્દશા આલેખાઈ છે. અહીં રાવણ અને દુર્યોધનનાં આ સંબંધમાં દૃષ્ટાન્ત અપાયાં છે. આ સઝાયની શરૂઆત “રે જીવ ! માન ન કીજીએથી કરાઈ છે.
( ૩ ) ગર્વની સઝાય – “ગર્વ ન કરશે ગોત્રથી શરૂ કરાયેલી આ સઝાય ઘણી મોટી છે. એમાં ત્રેવીસ કડી છે. એમાં કૃષ્ણને કેટલેક વૃત્તાન્ત અપાયે છે. અંતિમ કડીમાં તેવીસમી ઢાલ” એ ઉલ્લેખ છે તેથી શું સમજવું એ જાણવું બાકી રહે છે.
( ૪ ) માયાની સઝાય – આ છ કડીની સઝાયને પ્રારંભ “સમકિતનું બીજ જાણીએ જીથી કરાવે છે. માયા સેવવાથી મહિલનાથ સ્ત્રીવેદ પામ્યા એમ અહીં કહ્યું છે.
૧૫) લેભની સક્ઝાય – “તમે લક્ષણ જે લેભના ર”થી આ સાત કડીની સઝાયની શરૂઆત કરાઈ છે. અહીં તેમના સેવનથી થતી દુર્દશા વર્ણવાઈ છે. એને અંગે સુભૂમ ચક્રવર્તીનું ઉદાહરણ રજૂ કરાયું છે. ધનના લાભથી માણસ મરીને એ ઉપર મણિધર - નાગરૂપે અવતરે છે એમ અહી કહ્યું છે.
આ ઉપરથી જોઈ શકાશે કે ઉદયરને ચાર કષીને સંગે સક્ઝાય રચી છે અને તેમાં માનને અંગે બે રચી છે. આમ એમણે કષાયેને અંગે એકંદર પાંચ સજઝાયે રચી છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org