SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ કર્મસિદ્ધાન્ત રૂપરેખા અને પ્રૌઢ ગ્ર સંસ્કૃતમાં દસ દસ પરિશિ છે. તેમાંથી સાક્ષીરૂપે નિર્દેશાયેલા કેટલાક ગ્રંથનાં નામે હું અહીં નોંધું છું – પ્રથમ ભાગમાં હારિભદ્રીય ધર્મસાર પ્રકરણ (પત્ર ૧૩ આ, શતકબૃહપૂર્ણિ ( પત્ર ૧આ ઇત્યાદિ ), શતચૂણિ ( પત્ર ૨૦૦આ ઇત્યાદિ ) અને પંચસંગ્રહપટીકા (પત્ર ૩૭ખ) અને ૨૦૫૫) તેમ જ બીજા ભાગમાં સપ્તતિકાચૂર્ણ (પત્ર ૨૯૯આ ઈત્યાદિ ). આ ગ્રંથને મલયગિરિસૂરિકૃત ટીકામાં ઉલ્લેખ છે. મૂળ એની સંસ્કૃત છાયા તેમ જ એના તથા મલયગિરિસૂરિકૃત ટીકાના ગુજરાતી અનુવાદ સાથે બે ખંડમાં “પંચસંગ્રહ” એ નામથી વિ. સં. ૧૯૧ ને ૧૯૯૭માં અનુક્રમે પ્રસિદ્ધ થયું છે. પહેલા ખંડમાં ૩૯૧ ગાથા અને બીજામાં ૬૦૦ ગાથા અપાઈ છે. બંને ખંડમાં ગુજરાતીમાં વિસ્તૃત વિષયાનુક્રમ છે. વિશેષમાં બીજા ખંડને અંગે અનુવાદક શ્રી. હીરાલાલ દેવચંદ શાહનું નિવેદન છે અને વિદ્વદ-વલલભ મુનિ શ્રી પુણ્યવિજયજીને ગુજરાતીમાં આમુખ છે. આ આમુખમાં ભારતીય દર્શનસાહિત્યમાં તેમ જ જૈન દર્શનમાં કર્મવાદનું સ્થાન, જૈન કર્યસાહિત્યના પ્રણેતાઓને નામે લેખ જૈન કર્મવાદસાહિત્યની વિશિષ્ટતા, પંચસંગહ અને એની વૃત્તિઓને સંક્ષિપ્ત પરિચય, પચરંગહના કે ચર્ષિ મહત્તરને સમય, એમની કૃતિઓ ૧. આ પરિશિષ્ટોની જેમ પણ વૃત્તિમાં તેમ જ મલયગિરિસુરિસ્કૃત ટીકામાં જે અવતરણે છે તેની અકારાદિ ક્રમે સૂચી અપાઈ હતી અને સાથે સાથે એનાં મૂળને નિર્દેશ કરાયો હોત તો આ આવૃત્તિની ઉપયોગિતા અને મહત્તામાં વૃદ્ધિ થાત. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy