________________
૨૨૬ કર્મસિદ્ધાન્ત ઃ રૂપરેખા અને પ્રૌઢ શળે છ અણુઓગદાર નામે બંધણુ (બંધન)ના બંધ, બંધક, બંધનીય અને અંધવિધાન એમ ચાર પ્રકારો સૂચવી એમાંને ચેાથે પ્રકાર અત્ર અભિપ્રેત છે એમ કહ્યું છે. આમ બધ– સવેગની ઉત્પત્તિ પણ કમ્મપગઠિ નામના પાહુડને આભારી છે એમ અહીં પ્રતિપાદન કરાયું છે.
લગભગ આવી જ પદ્ધતિએ છખંડાગામની ઉત્પત્તિ રધવલામાં દર્શાવાઈ છે. અ. છખંડાગામને ઉદ્દભવ પણ કમ્મપગઠિ નામના પાહુડને આભારી છે એમ અહીં સ્પષ્ટપણે કહેવાયું છે.
કમ્મપયડિની ગુણિણ( પત્ર ૧ )માં કહ્યું છે કે વિચ્છિન્ન થયેલા કમ્મપડિ નામના મહાગ્રંથના અર્થને બંધ કરાવવા માટે એ જ નામનું સાવથ પ્રકરણ આચાર્ય (શિવશર્મા સૂરિએ) રચ્યું છે.
આમ (૧) સત્તરિયા, (૨) બન્ધસયગ, (૩) છખંડાગમ અને (૪) કમ્મપડિ એ ચારે ગ્રંથનું મૂળ એક જ છે– કમ્મપગડિ નામનું પાહુડ છે. આ ઉપરથી શું આ ચારેના પ્રણેતાએ એક જ આચાર્ય–પરંપરાના છે એ
૧. આની રચનાને પ્રારંભ પુપત કર્યો હતે અને પૂર્ણાહુતિ ભૂત લિએ કરી હતી. આ બે દિગંબર મુનિવરને સમય વિકમની બીજી-ત્રીજી સદી મનાય છે.
૨. આ કૃતિ શકસંવત્ ૭૩૮માં પૂર્ણ કરાઇ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org