SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કમસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રોઢ ગ્ર સ્થિતિમાં વિકાસમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે અને છઠ્ઠી સ્થિતિમાં એ પરાકાષ્ઠાએ પહોંચે છે. આમ આ ત્રીજથી છઠ્ઠી સુધીની ચાર સ્થિતિએ વિકાસ-કાળ છે. છ સ્થિતિએ પછી નિર્વાણુ-કાળ છે. (૪) મઝિમનિકાય મઝિમનિકાયના “સામફલસુત્ત' નામના પ્રકરણમાં આજીવિક દર્શન પ્રમાણેની આઠ આધ્યાત્મિક ભૂમિકાઓપાયરીઓ નીચે મુજબ ગણાવાઈ છે – ( ૧ ) મન્દ, (૨) બિડ્ડા, ( ૩ ) પદવીમસા, (૪). ઉજુગત, (૫) સેખ, ( ૬ ) સમણ, (૭) જિન અને (૮) ૫ન. આ બૌદ્ધ ગ્રંથ ઉપર બુઘે સુમંગલવિલાસિની નામની ટીકા રચી છે તેમાં એમણે ઉપર્યુક્ત આઠ પાયરીઓનું સ્વરૂપ નીચે પ્રમાણે દર્શાવ્યું છે : ( ૧ ) જન્મદિવસથી માંડીને સાત દિવસ સુધી ગર્ભનિષ્ક્રમણને લઈને ઉત્પન્ન થયેલા દુ:ખને લીધે પ્રાણી જે. સ્થિતિમાં રહે છે તેને “મન્દી કહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy