________________
રૂપરેખા
શત્રુઓ સામેનું ભયંકરમાં ભયંકર યુદ્ધ તે એના જેવાથી કેમ જ છતાય? આથી નેકષાયે પૈકી ભયને સામને શા માટે કરવું જોઈએ એ વાત સ્પષ્ટ બને છે.
(૯) “વેદ” એટલે કામાતુરતા યાને મનની વિહૂલતા. કામાતુરતાની તૃપ્તિ બાહ્ય સાધને ઉપર આધાર રાખે છે. આ એક જાતની પરવશતા છે. સાચી સ્વતંત્રતાને પૂજારી આવી પરવશતાને વશ બનવાનું કેમ પસંદ કરે? પરાધીન રહેવું પડે. એટલી સુખમાં ખામી ગણાય તે સર્વથા વીતરાગ દશા પ્રાપ્ત કરી “જીવનમુક્ત થઈ આત્માનંદમાં–આતમરમણતામાં મસ્ત રહેવા ઈચ્છનાર કામાતુરતાને જલાંજલિ ન આપે એ બને જ કેમ ?
( ૧૦ ) “લડાઈનું ઘર હાંસી અને રોગનું ઘર ખાંસીએ કેતિ છે. હાંસીનું પરિણામ કેઈક વાર કેટલું ભયંકર આવે છે એ મહાભારતના અભ્યાસીથી અજાણ નથી. દ્રૌપદી વગેરેએ દુર્યોધનની હાંસી કરી અને એમાંથી મહાભીષણ યુદ્ધરૂપ દાવાનળ પ્રગટયો અને એમાં વિજેતાઓ સુદ્ધાં ઓછેવત્તે અંશે. હેમાઈ ગયા.
આમ જ્યારે હાંસી અનિષ્ટ છે તે પછી વીતરાગતા પ્રાપ્ત કરવા માટે તે એને–એના ભાઈ હાસ્યને દેશવટે દેવે જ પડે ને? આ હાંસી તે જ “ઉપહાસ'. એ “હાસ્ય” સાથે સંબંધ રાખે છે. “હસવાનું ખસવું થાય” એ જાણીતી વાત છે. આ હિસાબે હાસ્યરૂપ નેકષાય પણ શત્રુ જ ગણાય.
શેક શેને કરે અને શા માટે કરે એને તાત્વિક દષ્ટિએ વિચાર કરનાર એને પક્ષપાતી ન જ બની શકે–શકાતુ થવાનું પસંદ ન કરે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org