________________
રૂપરેખા
૮૫ સમયમાં એ નિદ્રા અને નિદ્રાનિદ્રાને સંહાર કરે છે અને અંત્ય સમયમાં જ્ઞાનાવરણની પાંચ પ્રકૃતિને, દર્શનાવરણની અવશિષ્ટ
ચાર પ્રકૃતિને અને અંતરાયની પાંચે પ્રકૃતિને સમકાળે સંહાર કરે છે. તેમ થતાં એ અગિ–કેવલી” નામના તેરમે ગુણસ્થાને આરૂઢ થાય છે. પછી આયુષ્ય-કર્મ ભેગવવાનું બાકી રહે ત્યાં સુધી એ આ “જીવન-મુક્ત અવસ્થામાં રહે છે અને આયુષ્ય પૂર્ણ થતાં દેહ પણ છૂટે છે અને એ પર–મુક્તિને–જીવન્મુક્તિ પછીની સર્વોત્તમ દશાને વરે છે. એ મુક્તિ–રમણ સાથે અવિછિન્ન અને અનુપમ લગ-ગ્રંથિથી સત્વર જોડાઈ જાય છે.
સામ્ય અને વિષય ઉપશમ શ્રેણિ અને “ક્ષપક શ્રેણ પૈકી ગમે તે શ્રેણિને આશ્રય લેનાર જે કે મેહ સામે જ કમર માંડે છે અને આમ એ બંનેના કાર્યમાં સમાનતા છે
ખરી પરંતુ મેહનાં વિવિધ રૂપે સામે માથું ઊંચકવાના ક્રમમાં ફિર છે. અલબત્ત બંને શ્રેણિમાં સૌથી પ્રથમ “અનંત નુબંધી અષાની સામે હલે લઈ જવાય છે અને પછી દર્શન-મેહનીયની ખબર લેવાય છે એટલું સામ્ય છે. ત્યાર પછી બંને ભિન્ન ભિન્ન માર્ગે ફંટાય છે. “ઉપશમ' શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ નવ નેકષાયનો સામનો કરે છે જ્યારે આ કાર્ય પક શ્રેણિએ આરૂઢ થયેલી વ્યક્તિ આગળ ઉપર કરે છે.
| ૧. આ પ્રકૃતિએ ચક્ષુદર્શન, અયક્ષુદર્શન, અવધિદર્શન અને કાલદર્શન એ ચારનાં આવરણરૂપ છે. . ૨. દાન દેવામાં, લાભ લેવામાં, ભોગ ભોગવવામાં, ઉપભોગ રાવવામાં અને પુરુષાર્થ કરવામાં આ વિરૂ૫ છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org