SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો માટે “ઉપશમ' શ્રેણિના નિરૂપણમાં જે કમ દર્શાવાયું છે તે જ કમ આ “ક્ષપક” શ્રેણિએ આરૂઢ થનાર સ્ત્રીને અને નપુંસકને અંગે ઘટે છે. ત્રણનો ક્ષય-ત્યાર બાદ એ “સંજવલન નામના ફેધ, માન અને માયાને એમ ત્રણને ક્ષય કરે છે. સંજવલન લેભાને સંહાર–આટલું કાર્ય થઈ રહે એટલે એ “અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાન છોડીને એથી આગળના“સૂક્ષ્મ સંપરાય' નામના દસમા ગુણસ્થાને આરૂઢ થાય છે. એ ગુણસ્થાને રહીને એ “સંજવલન લેભના ત્રણ ભાગે કરી પહેલા બે આત્યંતિક નાશ કરી ત્રીજા ભાગના સંખ્યય ખંડે કરી એ દરેક ખંડને અનુક્રમે સંહાર કરતે કરતે છેલ્લા ખંડના સંહારની નાબત વાગતાં એ એના સંખેય ટુકડા કરે છે અને પ્રત્યેક સમયે એકેકને રામશરણ કરે છે. આ પ્રમાણે કષાયના છેલ્લા અંશને પણ નાશ થતાં કે કષાયને નાશ કર બાકી રહેતું નથી. આ સ્થિતિએ પહોંચવું એટલે “ક્ષપક શ્રેણિના લગભગ છેલ્લા પગથિયે જઈ પહોંચવું. હવે આ જીવ “ક્ષીણ-કષાય” તરીકે–સાચા વીતરાગ તરીકે ઓળખાય છે. એણે દસમા ગુણસ્થાનથી ઠેકડે મારી બારમું “ક્ષીણમે નામનું ગુણસ્થાન પ્રાપ્ત કર્યું છે. આ “ક્ષી,મેહુ” નામના બારમા ગુરુસ્થાનના ઉપાંત્ય Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy