________________
૭૬ કર્મ સિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રોઢ ગ્રન્થ
સદેહુ આત્મા અને તેમાંયે વિકારી આત્મા તે પ્રતિસમય કેઈ ને કોઈ કર્મ બાંધતે જ રહે છે–કમને પિતાની સાથે સંબંધ જોડતો જ રહે છે. આમાં જે શુભ કર્મોને એ બંધ કરે છે તે રૂપે જે અશુભ કર્મો પહેલાં એણે બાંધ્યાં હતાં તેને પલટાવે છે–ફેરવી નાખે છે. આને “ગુણ-સંક્રમણ” કહે છે. પ્રથમ સમયમાં અશુભ કર્મમાં જેટલાં દળિયાં શુભ કર્મમાં સંકાત કરાય છે તેનાથી ઉત્તરોત્તર સમયમાં એ અશુભ કર્મનાં વધારેમાં વધારે દળિયાંને શુભ કર્મનાં દળિયાં તરીકે ફેરવતે જાય છે. આ એનું ચે શું કાર્ય છે.
પાંચમું કાર્ય “અપૂર્વ-સ્થિતિ–બંધ છે. આનો અર્થ એ છે કે આત્મા પહેલાં જેટલી સ્થિતિવાળાં કર્મો બાંધતે હતે તેનાથી ઘણી જ ઓછી સ્થિતિવાળાં કર્મો બાંધે છે. - આમ અપૂર્વ-કરણ દ્વારા આત્મા (૧) રિથતિ-ઘાત, (૨) રસ–ઘાત, (૩) ગુણશ્રેણિ, (૪ ગુણસંક્રમણ અને (૫) અપૂર્વ–સ્થિતિ-બંધ એમ પાંચ કાર્યો અપૂર્વ રીતે કરે છે.
અપૂર્વ-કરણની અવધિ પૂર્ણ થતાં આત્મા અનિવૃત્તિ-કરણ કરે છે આ વેળા પણ એ સ્થિતિઘાત ઇત્યાદિ કાર્યો કરે છે પણ એ વધારે વેગથી કરે છે.
કાર્યપ્રદેશ–“ઉપશમ ” શ્રેણિએ આરૂઢ થનાર સૌથી પ્રથમ અનુક્રમે યથાપ્રવૃત્તિ-કરણ, અપૂર્વ-કરણ અને અનિવૃત્તિ-કરણ કરે છે અને એ દ્વારા એ અનંતાનુબંધી કષાયોને દાબી દે છે -એને જાણે ઊંઘાડી દે છે–એને જાગૃત થવા દેતું નથી. ત્યાર બાદ એ સાચી શ્રદ્ધામાં ખલેલ પહોંચાડનારા ત્રણ પ્રકારના દર્શન–મેનીયની ત્રણે પ્રકૃતિને સમકાળે દબાવી દે છે અને
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org