________________
શૃંગારનાં પદ
૫૭.
તાહારે મોર મુગટ પીતાંબર, માહારે તે સાડી રે; નરશઈઆચા સ્વામી સંગ રમતા, જેમ કુલી ફૂલવાડી રે, ૩
GJ
[ રાગઃ પંચમ ]. રાતડીયાં રમીને રે ક્યાંથી આવીયા રે; બલવંત બારણું માં ઠેલ્ય, રીસડલી ચઢે રે કાન તુંને કાં ઘણું રે, જાઓ જ્યહાં કીધી હોય રંગની રોલ્ય. રાતાં નઈશું રે અતિ નિદ્રાયુ રે, રાતી તાહરી અધર તણું જે રેખ, કેટયનાં કુસંમ રે, અતિ કરમાઈ ગયા રે, ધૂરત ધૂતાર રે તાહારો લેખ. પિચને સમારે રે વાહાઈલા]જી પાઘના રે, ભાત્યે અલતાનાં એંધાણ, શીશ નમાવ્યું રે શું સમઝી કરી રે, વહાલા કહાવીને ચતુર સુજાણ પિયન પીતાંબર રે ક્યાં તપે પાલટું રે, પારકી પટોલી પાછી આલ્ય; મંદિરીયે પધારે રે, પેલી શોકને રે, અમ ઘેર આવજે વાહાલા કાલ્ય. કેસરને તિલકે રે દીસે પ્રભુ ખંડના રે, ભુજબલ ભીડું દીસે અંગ; માથા કેરી વેંણી રે દીસે વિખરાઈ ગઈ રે, કહે ક્યાંહાં કીધા રજનીના રંગ. ચાંદલીયે તે ઊગે રે, હરણ્ય આથમી રે, ત્યાંહા લગી, ઈ રે તહમારી વાટ, કુસુમચી સેજ રે વાહાલા સુની રહી રે, બેલડી તે દી તે શા માટ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org