________________
નરસિંહ મહેતા કૃત કરું તને મારું કુરબાન, નટવર નંદના રે, તમ ઉપર જીવન પ્રાણ, મેટાવણ કુંદના રે. કીધે જગ વેરી તમ કાજ, નટવર નંદના રે, મેં તે લેકની મેલી લાજ, મેટાવણ કુંદના રે, તમે કાજે સજ્યા સણગાર, નટવર નંદના રે, આ મંદિરિયે મેરાર, મેટાવણ કુંદના રે. લાગે રસિયા તારે રંગ, નટવર નંદના રે; મારે આનંદ વધે અંગ, મેટાવણ કુંદના રે. તમથી જોડ બની જગદીશ, નટવર નંદના રે, છે નરસીમેતાના ઈશ, મેટાવણ કુંદના રે.
[ રાગ : રામકલી ] ને જાવા દે જાદવા, ભીડીને વળગીશ માં, ભીડતાં માહારું અંગ દુખે, મુને ભીડતાં ભુદરા, રાખડી ખુંચશે, ચુંબ માં ચંપલાં અધર મુખે. અમે રે આહેરડી, લા(ડ)ગત ઘેલડી, તૂ' વળગ મા, છાસની છાક આવે, તું જાણતી નારને, પૂછ ગોવાલીઆ, હીંડળ ચડા વના, હાથ ના આવે, એ રતી વીના રંગ નહીં, શમે વીના સુખ નહી, નેહ વીના રંગ તે લુ લાગે, નરસૈઈઆચા શમી, છેડે આડે હવે, કર જોડી માંનુની માન માંગે.
[ રાગ : દેવગંધાર] મહા રે, માડી રે ! મનડા મહા રે માડી; કામ ક્રોધને કાંકરડે રે નાખી દે કહાડી. વેણુ વજાડી વહાલે વાકુળ કીધાં,
ગંદાવન દાહાડી દુહાડી, મુખડું જોતાં માહે ઘણું લાગે,
પ્રીત થઈ ઘાડી રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org