________________
શૃંગારનાં પદ
૫૫
ક્ષોભના શું પામે રે? મુજ સાંહાંસુ જુઓ રે, કોહેને રંગ તણી જે રીત્ય; શીથલ થયા છે જે અતિ ઉજાગરે, મ(ન) નિભાવી પૂર્વ જન્મની પ્રીત્ય. પેચ સંભાલે રે વાહાલા પાઘના રે, ભાલે અલતાનાં એ એધાણ, શીશ નમાવે રે, શું સમઝી કરી રે, તપે કહાવીને ચતુર સુજાણ સમ શાખાઓ રે ? સાચું ન માનીયે રે, અદભુત સુખ તણું દાતાર નથી ય રહ્યા છો રે, તમે હીક રાતડી રે, સોહે વિન પહેર્યું કામ હાર? સાચા સમ ખાઓ રે, આવે મહારી સેજડી , લંપટ નીલજને શી લાજ? નરસિંહાચા સ્વામી રે, રંગની રેલડી રે, રમતાં સરીયાં સઘલાં કાજ.
૧૧૪ મનની તે આંટી મેલિયે, મરમાલાજી ! ખાતે એકાંતે ખેલિયે. મેં સેજ બિછાઈ સજ કરી, આવે તે આરત છે ખરી. સણગાર સજ્યા તમ કારણે, વાલમ આવે જાઉં વારણે, રમિયે તે રંગભર રાતડી, વલી રસની કરિયે વાતડી. આલિંગન ચુંબન લીજિયે, કરી પ્રેમ અધરરસ પીજિયે. નરસીમેતાની અરજી સાંભલે, [તમે] આવીને એકાંતે મલે.
૧૧૫
મારે તમથી બાંધી પ્રીત, નટવર નંદના રે; ગુલતાન થઈ તારે ગીત, મેતાવણ ફંકના રે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org