SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ દાણલીલાનાં પદ [ રાગ : વસંત] વસંત ભલે ઊદએ રે, વરતે જેજેકાર; અબીલ ગુલાલ ઊડાડે અતી અબલા, સુંદરી ખેલે કાગ...(ટેક) પાડલ પરેમલ આંબા મેર, ગુલાલ કેશર ઘેલ; શહી રે સમાણુ રંગભર રમતાં, તારૂણું મુખ તંબલ. અઢાર ભાર વણપતી મરી, કેસુ લેહેરે જાએ; નરસંહીચા સ્વામી સંગ રમતાં, ઊલટ અંગ ન માએ. [ રાગ : વસંત ] વસંતપંચમી કેરી પૂજા, શ્રીરાધાને ઘેર કરે; સેનાપાટે શામ પધરા, વાલાને વ્રજનાર વરે. વસંતપંચમી.... ૧ આંબા કેરે મહોર મંગાવિ, કેસર ઘેલી કલસ ધરે; અબિલ-ગુલાલે મુખ રંગીને, સામલિયાને સંગે ફરે. વસંતપંચમી. ૨ વસંતનાં સુખ દેસે વાલે, ચરણ-કમલમાં ચિત ધરે; નરસઈયાચા સામી સંગે રમતાં, કરાં હમારાં પાપ હરે. વસંતપંચમી.. ૩ સજની ! સારું રે સારું, માહારી બેહેની, શામળીઆનું શ્યાં રે, મુખડા સાહામુ જોઈ રહીએ, એ શું પૂછે કાંઈ કાંઈ રે, સજની ! ... ૧ રમવાની રત આવી રંગે, સહીઅર સહુ ચાલે રે, અબીલ ગુલાલે ભરી ભરી ખોળા; વંદરાવન મેં ચાલે છે. સજની !... ૨ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004610
Book TitleNarsimha Mahetana Pado
Original Sutra AuthorN/A
AuthorRatilal V Dave
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy