________________
૩
નરસિંહ મહેતા કૃત જેઓ પુરણાનંદ પરીભ્રમ કે સદબુધ સરવ ટલી રે લોલ, જુએ નઈણાં ભરી ભરી નાર કે ગોપીક સકુમલી રે લોલ. વચન બોલા શ્રી મારાજ કે કહો કેમ આવીયાં રે લોલ; વલતી બોલી વ્રજની નાર કે “તમ આસરે આવીયાં રે લોલ. રંગભર રાસ રમાડો નાથ કે સરદ સોહામણે રે લોલ, ઉગે સેલ કલાનો ચંદ કે અતી રેલીઓમણે રે લોલ.” પુરણ પ્રીત જોઈ પરીભ્રમ કે રુદઆ ભીડીઆ રે લેલ; વાજે તાલ પખાજ ને જાંજ કે વેણુ વાંસળી રે લોલ, નાચે નરહરી નંદકુમાર કે ગોપીકા સહુ મલી રે લોલ; ચેકમાં ફરતી વ્રજની નાર કે વચે રાધા હરી રે લોલ. નવસત સજા છે સણગાર કે પાલવ ઘુઘરી રે લોલ; હમચી લે હરજીની સાથે કે તાલી લે હાથમાં રે લોલ. નાચે નટવર મદનગોપાલ કે જુવતી સાથમાં રે લોલ; અંત્રિક દેવતા રહીને જેએ કે પુરુપે વધાવતા રે લોલ.
રૂપે રૂડે નરસૈઆને નાથ કે મનમાં ભાવતા રે લોલ. ૧૦
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org