________________
ભક્તિનાં પદ
99
માંન બડાઈ મોટપ મેલી ભજી લે હરિ ન તે જાશે ચોરાશીમાં જનમ બહુ ધરી.
માણસને દુઃખ તણે દરિયાવ મટો નહિ શકે તરી; શામલિયાને શરણે જાતાં આ સમે ઉગરી.
માણસને... નીલજ! તુ નવરો ન ઘર કરી માયા માયા કરતે મુરખ ન બેઠો હરિ.
માણસને ચેતી લે ચિતમાં વિચારી ચાલજે ડરી; નરસી મેતાને નાથ ભજે પ્રેમમાં ભરી.
માણસને ૧૫૪
[ રાગ : ગરબી] મારા પ્રાણજીવણ પાતલીઆ, બાઈ મને વાલા રે
સામલીઆ, હું તે તેની પુંઠલ ભમતી, હેને જમાડીને જમતી.
બાઈ... ૧ મુને એ વિના નહી ચાલે, હેની મીઠી વાત સાલે.
બાઈ ૨ મને ઘરધધે નહી સુજે, મારે જીવડે પળપળ ધ્રુજે.
બાઈ... ૩ મુને ભેજનીઆ નહી ભાવે, મારે નહી નીદ્રા નહી આવે.
બાઈ. ૪ વાલે વણબોલ આવે, તેને પ્રેમતણો રસ ભાવે.
બાઈ. ૫ તમે મને સહીએર મારી વાણી, મેહે તે ટેવ કાનુડાની જાણ.
બાઈ. ૬ હું તે પુને હરીવર પામી, મલે નરસઈઆને સમી.
બાઈ ૭
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org