________________
[૩૦]
શ્રી મહાવીર જીવનત એક તેજસ્વી બાળકને જન્મ આપ્યો. ઉચિત જન્મ સંસ્કાર પછી એ બાળના પૃષ્ઠભાગમાં ત્રણ પાંસળીયો હોવાથી માતપિતાએ તેનું ત્રિપૃષ્ણકુમાર નામ રાખ્યું. પાંચ ધાવમાતાઓથી લાલનપાલન કરાતે એ બાળક દિવસે દિવસે મોટો થવા લાગ્યો. અચલકુમારને પૂર્વસંસ્કારે એ નાનકડાભાઈ પર ખૂબ પ્રેમ જાગ્યો ! વયમાં ઘણો તફાવત હોવા છતાં બનને વચ્ચે અતૂટ નેહબંધન બંધાયા! એક ક્ષણ પણ એકબીજાને એકબીજા વગર ચાલતું નથી! દેહને પડછાયાની જેમ એ બન્ને ભાઈઓ જ્યાં જાય ત્યાં સાથે જ હાય ! જાણે આત્મા એક અને શરીર છે! દેવકુમારની જેમ દીપતી આ બાંધવ બેલડી સૌને આકર્ષણનું ધામ બની ગઈ! યોગ્ય ઉપાધ્યાય પાસે બહોતેર કળાઓમાં પારંગત થયા!
તે સમયે ત્રણખંડ પૃથ્વીના અધિપતિ પ્રતિવાસુદેવ અવઝીવ રાજાનું સામ્રાજ્ય ચેતરફ ફેલાયેલું હતું. પ્રજાપતિ રાજાનું રાજ્ય પણ તેના તાબામાં હતું. બન્ને વચ્ચે સ્વામી સેવકનો સંબંધ હવાથી અશ્વગ્રીવ રાજા તરફથી આવતી દરેક આજ્ઞાઓ પ્રજાપતિ રાજાને માનવી પડતી. તેની રાજધાની રત્નપુર નગરમાં હતી ! એંશી ધનુષનું દેહમાન ધરાવતા એ રાજાને પોતાના ભુજ પરાકમથી ત્રણખડ પૃથ્વીની સાધના સાથે કિંકરભૂત બનેલા વૈતાઢ્ય પર્વતની અને શ્રેણુઓને વિદ્યાધર રાજાઓ, માગધ, વરદામ, પ્રભાસ વગેરે તીર્થોના અધિપતિ દેવે તેમજ સોળહજાર મુકુટબદ્ધ રાજાએ તેનો પડ્યો બોલ ઝીલતા આજ્ઞાધીન સેવક સમા હતા! તેને રાજકુલિન સોળહજાર રાણીઓ હતી. પૂર્વ પુણ્યબળે સર્વોપરી સત્તાધારી અનÍલ લક્ષ્મીનો ભક્તા બન્યો હતો. મનુષ્ય ગમે તેટલે બળવાન હોય તે પણ મૃત્યુ પાસે તે સાવ રંક બની જાય છે! અશ્વગ્રીવ રાજાએ ઘણું વરસો સુધી એકછત્રી રાજ્ય કરી મનમાન્યા સુખ ભોગવ્યા છતાં તેના દિલમાં એક
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org