________________
સંસારની વિચિત્રતા !
[ ર૯] માલીકીનું જ ગણાય.” આ વાત ફરી ફરી ત્રણ વખત સભાજને પાસે બેલાવી લોકમાનસને ભ્રમિત બનાવી રાજાએ કહ્યું : “આ રાજકન્યા એક રત્ન છે, મારા રાજ્યમાં ઉત્પન્ન થયેલું છે, તમારી સૌની સાક્ષીએ આ રત્નનો માલિક હું બનું છું.” આમ કહી તુરત ગાંધર્વ વિધિથી સમાજને સમક્ષ રાજાએ પોતાની પુત્રી સાથે લગ્ન કર્યા ! સત્તા આગળ શાણપણ શા કામનું ? રાજાના આ અનુચિત વર્તાનથી લેકેને તેના તરફ ખૂબ નફરત જાગી પણ વચનથી બંધાઈ ગયા હોવાથી બલવાનો કોઈ અવકાશ ન રહ્યો. લેકહૃદયને છેતરીને રાજા પોતાની પુત્રી પરણ્યો. આવા લેકવિરૂદ્ધ વર્તનથી રાજાના નામ ઉપર અપકીર્તિનો કુચો ફેરવાઈ ગયો ! તેનું સાચું નામ ઢંકાઈ ગયું ! પોતાની જ સંતતિને સ્વામી બનવાથી લોકોએ તેનું પ્રજાપતિ નામ પાડી દીધું! સારા કામ નામ રોશન કરે, ખરાબ કામો નામને શ્યામ બનાવી દે ! કાળક્રમે લોકો આ વાત વિસરી ગયા. તેમ રાજાના પુણ્ય જાગ્રત હોવાથી લોકેએ રાજાને પૂર્વની માફક માન્ય કરી લીધાં. મહાદેવી ભદ્રાદેવી લજજાવશ બની અચલકુમાર સાથે પિતાના પતિને છોડી ચાલી નીકળ્યા. દક્ષિણદિશા તરફ જતાં એક સ્થાને અચલકુમારે માહેશ્વરી નામની નગરી વસાવી, માતાને ત્યાં રાખી, પોતે રાજસેવામાં ઉપસ્થિત થયા.
' મૃગાવતી જેવું રત્ન પામી રાજા સુખસાગરમાં મહાલવા લાગ્યો. આ છે સંસારની વિચિત્રતા ! સુખેચ્છુ માનવીઓ સારાસારને સમજ્યા વગર સુખ માટે ફાંફા મારતાં હોય છે! વિધિની પગ કેવી વિચિત્રતા છે ! પૂર્વકમ અનુસાર નયસારને આત્મા પાપાનુબંધી પુણ્યના પરિપાક જોગવવા દેવલેકમાંથી ચવીને અઢારમા ભવમાં મૃગાવતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયો. તે સમયે માતાએ વાસુદેવના જન્મ સૂચવતા સાત સ્વપ્ન જોયા. પૂર્ણ સમયે
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org