________________
કર્મના ઝબકારા
[ ર૭] પંદર ભવ સુધી ચારિત્રમોહનિયકર્મમાં અટવાત નયસારનો આત્મા સેળમાં ભવમાં ચારિત્રધર્મને પામ્યો. પણ આ ભવમાં કર્મરાજાએ જુદો વળાંક લીધો! વિશ્વભૂતિ મુનિ પણામાં રહેવા છતાં એ કર્મના ઝબકારામાં અવનવા સ્વરૂપે અંજાઈ ગયા ! વાસુદેવપણાને યોગ્ય કર્મ પુદ્ગલે એકઠા કરવા સાથે ભવાંતરમાં ભાઈના જીવને મારવાનું નિયાણું બાંધ્યું. ચારિત્રધર્મની આરાધના નિર્મળ હોવા છતાં નિમિત્ત મળતાં હુંપદના આવેશથી આરાધનાનું ફળ ગુમાવી દીધું. કર્મના ઝબકારા ચડતી પડતીના છાંયડા જેવા છે!
ઘડીમાં ઊંચે ચડાવે.વડીમાં નીચે પછાડે....!
શ્રી ભગવતી સૂત્રમાં પ્રશ્ન ગૌત્તમઃ ભગવન! સૂત્રમાં જ્ઞાન ઈહુભવિક છે, પરભવિક છે, કે તદુભયભવિક છે ?
મહાવીરઃ હે ગૌત્તમ! જ્ઞાન ઈહુભવિક એટલે આ ભવમાં, પરભવિક એટલે પરભવમાં અને તદુભયભવિક એટલે બને ભવમાં પણ સાથે રહેનારું છે. તેવી રીતે દર્શનનું પણ સમજવું. પણ ચારિત્ર અને તપનું તેમ નથી. આ ભવમાં ચારિત્ર અને તપ ઉદયમાં હોય, પણ અન્ય ભાવોમાં ઉદયમાં હોય કે ન હોય.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org