________________
[૨૬],
શ્રી મહાવીર જીવન મુનિની નજર પણ સ્વભાવિક એ તરફ ગઈ અને પિતાના પરિવારને ઓળખ્યો, સહજ થંભી ગયા. તેમને જોઈ વિશાખાનંદી કંઈક બેલવા જાય છે ત્યાં વિશ્વભૂતિ મુનિ પાછળથી આવતી. નવપ્રસૂતા ગાય સાથે અથડાઈ તપથી કૃશ બનેલાં નીચે પડી ગયા ! આ જોઈ ઈર્ષાભાવથી વિશાખાનંદી ખડખડાટ હસી પડ્યો અને આક્રોશવચન બેલ મુનિને કહેવા લાગ્યોઃ “અરે વિશ્વભૂતિ ! એક જ મુષ્ટપ્રહારથી કેઠીફળને તેડી પાડનારૂં તારું બળ ક્યાં ગયું? એક ગાયના ધકાથી નીચે પટકાઈ પડ્યો?” આ હાંસી વચનથી પૂર્વસંસ્કારે વિશ્વભૂતિ મુનિ પણ સ્વધર્મ ચૂકી ગયા! અને કંધના આવેશમાં બેલી ઉઠ્યા : “તારે મારું બળ જેવું છે? લે બતાવું !” એમ બેલતાં પાસે ઉભેલી નવપ્રસૂતા ગાયને બે શીંગડાથી પકડી ચકની જેમ આકાશમાં ગોળાકાર ફેરવી કહ્યું: “સિંહ ગમે તેટલે દુર્બળ હોય પણ શિયાળ તેને પહોંચી શક્તો નથીલે જોઈ લે આ મારૂં બળ” એમ કહી ગાયને નીચે પછાડી. આ નિમિત્તથી મુનિના દિલમાં પૂર્વનું વેર ઉછળી આવ્યું અને મનમાં નિશ્ચય કર્યો કે “મારા આ ત્યાગ અને તપનું કંઈ પણ ફળ હોય તે ફળસ્વરૂપે હું આવતા ભવમાં આ વિશાખાનંદીને મારનારે થાઉં!” મુનિનું રુદ્ર સ્વરૂપ જોઈ પરિવાર ડિંગ થઈ ગયો. મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. પણ મનને મત્સરભાવ દિલમાંથી ખસ્યો નહિ. આવું નિયાણું બાંધી પિતાનું ત્યાગી અને તપસ્વી જીવન તેમણે કલંકિત બનાવી દીધું! સોનાના થાળમાં કાજળરેખાની જેમ ઉજવલ એવા સાધુધર્મ પર કર્મની કાલિમાં પાથરી દીધી. બાધિત મનથી સંયમની સાધના કરી ઘણા ભેગકર્મ સાથે વાસુદેવપણને યોગ્ય પાપાનુબંધી પુણ્યરૂપ કર્મ એકત્ર કર્યા. અંતે આચરેલા પાપની આલોચના કર્યા વગર એક કરોડ વર્ષનું આયુષ્ય પૂરું કરી શુક દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org