________________
કર્મના ઝબકારા
[ ૨૫] વર્તનની ક્ષમા માગી. માતાપિતા પણ પુત્રની મકકમતા જોઈ ચારિત્રધર્મ દીપાવવાના આશિષ સાથે પુત્રવિયેગની વેદનાને અનુભવતાં ઘેર પાછા ફર્યા.
વિવભૂતિ મુનિ ગુનિશ્રામાં મુનિમાર્ગની શિક્ષા અને આગમજ્ઞાન મેળવવામાં લાગી ગયા. સાથે જીવનની નિર્મળતા સાધવા ઉગ્ર તપસ્યા પણ કરતા રહ્યા. અપૂર્વ ત્યાગ, અદ્ભુત તપસ્યા અને અનુપમ વ્રત પાલનથી થડા સમયમાં જ ગીતાર્થ બનવાની યોગ્યતા સાથે એકાકી વિહાર કરવાની પણ યોગ્યતા સાધી લીધી.
તીવ્ર બુદ્ધિના કારણે શાસ્ત્ર પારગામી બની આત્મિક જ્ઞાન સંપત્તિના સ્વામી બન્યા. તીવ્ર તપના સંયોગથી શરીર દુર્બળ બની ગયું પણ મને બળ અજબ પ્રકારનું ખીલી ઉઠયું! વિશેષ પ્રકારે કર્મનિર્ભર કરવા માટે વિશુદ્ધ હૃદયી મહામુનિ વિધભૂતિ ગુરુ આજ્ઞા મેળવી એકાકી વિહારની પ્રતિમા ધારણ કરી પાદવિહારે વિચરતાં એક વખત મથુરા નગરીમાં પધાર્યા. અને માસક્ષમણના પારણે બપોરના મધ્યાહ્ન સમયે ગૌચરી માટે નીકળ્યા. યોગાનુયોગે તે જ દિવસે વિશાખાભૂતિ રાજકુમાર રાજકન્યા પરણવા માટે તે જ નગરમાં આવ્યો હતો. ફરતાં ફરતાં વિવભૂતિ મુનિ તેમને ઉતારી પાસેથી નીકળ્યા ! કૌટુંબીક માણસોએ તેમને જોયા અને તરત ઓળખી લીધા. હર્ષના આવેશથી બધા મોટેથી બોલી ઉઠ્યા. “અરે.જુઓ, જુઓ, આપણું વિવભૂતિકુમાર જાય....વિAવભૂતિ મુનિ જાય...! અહા... કેટલા દુર્બળ બની ગયા છે! રાજસુખ છેડી સાધુવેશ ધારણ કરી ગામેગામ ફરી રહ્યા છે, એમની કેણ સંભાળ લે !” આ બુમરાણું સાંભળી વિશાખાનંદી પણ બહાર આવ્યો અને મુનિને ઓળખી લીધા. તેમને જોતાં જ તેના મનમાં પૂર્વની માફક મત્સરભાવ ઉભરાઈ આવ્યો !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org