________________
[૨૪]
શ્રી મહાવીર જીવનત કરવા પોતાના અંતઃપુરને બોલાવવા માણસ મેલી પિતે અંદર પ્રવેશ કરવા ગયે ત્યાં વિશાખાનંદી અંદર હોવાથી દ્વારપાલે તેને અટકાવ્યા. વિશાખાનંદીકુમાર અંદર છે.” એ જાણતાં જ વિશ્વભૂતિને વસ્તુસ્થિતિનો ખ્યાલ આવી ગયે. સત્ય વાત સમજાઈ જતાં તેનું ક્ષત્રિય હૃદય ઘવાયું. પરાક્રમી પુરુષ કેઈને પરાભવ સહન કરી શક્તા નથી. આ અપમાનથી તેના હૃદયમાં ક્રોધની વાલા જલી ઉઠી. તેનું વીરત્વ ઉછળી આવ્યું. ક્રોધના આવેશમાં આવી બાજુમાં રહેલા કઠીફળના વૃક્ષને એક જમ્બર મુષ્ટિપ્રહાર કર્યો તેની સાથે જ બધા ફળે નીચે તૂટી પડ્યા ! એ ફળો હાથમાં લઈ સિંહગર્જના જેવા અવાજથી દ્વારપાલને કહ્યું: “મને વડિલે પ્રત્યે ભક્તિ ન હોત તો આ અપમાનના બદલામાં આ ફળની માફક તમારા બધાને મસ્તકે ભૂમિપર પાડી નાખત ! પણ વડિલે પ્રત્યેની ભક્તિ જ મને એમ કરતાં અટકાવે છે. કપટરચનાથી મને ઉદ્યાનની બહાર કાઢવામાં આવ્યો છે. કાકા અને પિતાને તેમ મારી માતાને જણાવી દેજે કે આ અપમાનથી વિશ્વભૂતિ કદિ ઘરમાં પગ મૂકવા માગતો નથી! આવા ખટપટભર્યા સંસારની મારે શું જરૂર છે?” આ પ્રસંગથી વિશ્વભૂતિને સંસાર અસાર લાગ્યો. ચારિત્રમોહનિય કર્મના પશમથી સંયમ ભણું મન ખેંચાયું. તે જ વખતે એ પ્રદેશમાં વિચરતાં સંભૂતિ મુનિ પાસે જઈ ઉલ્લાસપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું.
- વિશ્વભૂતિની ચારિત્રગ્રહણની વાત સાંભળી તેના માતાપિતા અને વિશ્વનંદી રાજા દોડતાં આવ્યા. અને ઘેર પાછા આવવા માટે ખૂબ ખૂબ સમજાવ્યો. પણ વૈરાગી હૈયું ફરી રાગીની સેબતે કેમ આવે? વિશ્વભૂતિ મુનિ બોલી રહ્યા: “પુણ્યોદયે મને ચારિત્ર ઉદયમાં આવ્યું, હવે રાજ્યના સુખ મારે ન જોઈએ.” વિશ્વનંદી રાજા આંખમાં અધૂ અને દિલમાં પશ્ચાતાપપૂર્વક પોતાના અનુચિત
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org