________________
કર્મના ઝબકારા
[૨૩]
રાજાએ રાણીને મનાવવા લાખ લાખ પ્રયત્નો કર્યા પણ સફળતા ન મળી. અનેક યુદ્ધોમાં વિજ્ય મેળવનાર વિવનંદી રાજા ગૃહયુદ્ધમાં હારી ગયે! ઘર જ્યારે રણસંગ્રામ બની જાય છે ત્યારે ભલભલાનું ભેજુ પણ ગાયબ થઈ જાય છે. ત્યારે અસત્યને આશરે પ્રમાણભૂત બને છે. રાણી અને પુત્રનું મન મનાવવા રાજાએ કપિત યુદ્ધની વાત ઉપજાવી નગરમાં ઢંઢેરે ફેરવા કે “પુરુષસિંહ સામંત ઉદ્ધત થઈ ગયે હોવાથી રાજા રણમે જાય છે.” રણભેરી વગડાવી સૈન્યને સજ્જ થવાનો પણ હુકમ આપી દીધું. વિધભૂતિને ખબર પડતાં કીડા અધુરી મૂકી રણભૂમિએ જવા દોડતા આવી પહોં. પિતાતુલ્ય રાજાના ચરણમાં નમસ્કાર કરી બોલ્યા : “પિતાજી! આપે અનેક યુદ્ધો ખેલ્યા છે. આ વખતે મને રણમેખરે જવાની તક આપે ! મારા જેવા પુત્રે હાજર રહેવા છતાં આપને લડાઈ કરવા જવું પડે એ જરાય શોભાસ્પદ નથી.” રાજાએ કહ્યું: “પુત્ર ! તારી ભક્તિ અને તારી ભાવના પ્રશસ્ય છે પણ તારે આ સમય સુખ ભેગવવાને છે. રંગરાગ ખેલવાનો છે. તું ખુશીથી તારા સુખમાં મસ્ત રહે. ભવિષ્યમાં આ પ્રસંગ આવે ત્યારે ખુશીથી જજે.” વિશ્વભૂતિ રાજાના કપટને માપી શક્યો નહિ. રાજાને વહાલભર્યા વચનેથી વધુ ઉત્તેજિત બની બેલી ઉઠ્યો :
નહિ પિતાજી! મને જ આજ્ઞા આપે. હું આપને નહિ જવા દઉં.” કુમારનો આગ્રહ જોઈ વિશ્વનંદી રાજાએ મનને રૂચની આજ્ઞા આપી દીધી. સરલ વિશ્વભૂતિ રાજાની આજ્ઞા મસ્તકે ચડાવી લડાઈ કરવા રણમેખરે ચાલ્યો. ત્યાં પહોંચતાં પુરુષસિંહ સામે તે તેને ભાવભર્યો સત્કાર કર્યો અને રાજા તરફ એક નિષ્ઠાભરી વફાદારીને છાજે તેવી ભેટ ગાદો આપી વિશ્વભૂતિકુમારનું આદરપૂર્વક બહુમાન કર્યું. આ જોઈ વિશ્વભૂતિને આશ્ચર્ય થયું. “કેઈએ રાજાને ખોટા સમાચાર આપ્યા હશે.” એમ વિચારી તુરત ત્યાંથી પાછો ફર્યો. માર્ગમાં પુષ્પકરંડક ઉદ્યાન આવતાં અધુરી કીડા પુરી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org