________________
[ રર ]
શ્રી મહાવીર જીવન જ્યોત બાળકના માનસપર અંકાતી હોય છે. વિશાખાનંદીની માતા નામે પ્રિયંબુ હોવા છતાં તેને સ્વભાવ પ્રિયંગુ (રાયણ) જે મીઠે ન હતો ! તેના દિલમાં પહેલેથી જ યુવરાજના કુટુંબ પર ઈર્ષ્યાને કીડા ખદબદતો હતો ! એ વાર તેના પુત્રમાં ઉતર્યો હતે! જ્યારે વિશ્વભૂતિની માતા ધારિણીદેવી સરળ સ્વભાવી, ઉદાર અને ધર્મરાગી હોવાથી એ ગુણનો વારસે તેના પુત્રમાં ઉતર્યો હતો ? આથી વિશ્વભૂતિની થતી પ્રશંસા એ માતા પુત્ર સહન કરી શકતા નહિ. આમ છતાં રાજા અને યુવરાજ વચ્ચે કેઈ ભેદભાવ ન હોવાથી વિશ્વનંદી રાજા ભાઈના પુત્રને પિતાના પુત્રની જેમ સમજતે; તેથી બન્ને કુમાને કેડભરી રાજકન્યાઓ સાથે લગ્નમહોત્સવ ઉજવી સંસારને લહાવો લીધો હતો. અંદરખાને કુટુંબ કલેશ ચાલ્યા કરતા પણ બહાર પ્રસિદ્ધિમાં આવવાનું કારણ મળ્યું ન હતું.
એક વખત વિભૂતિકુમાર પિતાની રાણીઓ સાથે પુષ્પકરંડક ઉદ્યાનમાં કિડા કરવા ગયે. પાછળથી વિશાખાનંદી કુમાર પણ કિડા કરવાના ઉદ્દેશથી પિતાના અંતઃપુર સાથે ઉદ્યાનમાં આવ્યું, પણ વિભુતિ અંદર હોવાથી દ્વારપાળે પ્રવેશ કરતાં તેને અટકાવ્ય. આને અપમાન માની ક્રોધથી ધુંધવાતો વિશાખાનંદી ત્યાંથી પાછા ન ફરતાં ઉદ્યાનની બહાર આંટા મારવા લાગ્યું. તેવામાં તેની માતાની દાસીઓ પુષ્પ લેવા માટે ત્યાં આવી. વિશાખાનંદીને બહાર ફરવાનું કારણ જાણું પુષ્પ લીધા વિના પાછી ફરી. પ્રિયંગુ રાણી પાસે જઈ આ હકીક્ત મીઠું મરચું ભભરાવીને કહી. એક તે ઈર્ષા હતી, તેમાં નિમિત્ત મળતાં રાણીના મનમાં કેધ દાવાનળ સળગી ઉઠ્યો! પુત્રની લઘુતા સહન ન થતાં પ્રિયંગુ રાણી રિસામણા વદને કેપભવનમાં જઈ બેઠી ! ઘણા સમયની ખીજ એકવાનો આજે સમય મળી ગયે! વિશ્વનંદી
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org